Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પોરબંદરમાં સવારે અમી છાંટણાથી ભીમ અગીયારસનું મુહુર્ત સચવાયુઃ ર૪ કલાકમાં અર્ધાથી દોઢ ઇંચ

ખંભાળા અને ફોદાળા જયાળશયોમાં નવા પાણીની આવકઃ દરીયામાં પવનનું જોર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: આજે સવારે વરસાદના અમી છાંટણા કરીને મેઘરાજાએ ભીમ અગીયારસનું મુહુર્ત સાચવી લીધું હતું.

દોઢ ઇંચ રાણાવાવમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે અમી છાંટણા થતા મેઘરાજાએ ભીમ અગીયારસનું મુહુર્ત સાચવ્યું હતું.

પોરબંદરમાં દોઢ ઇંચ કુતિયાણામાં સવા ઇંચ તથા રાણાવાવમાં અર્ધો ઇંચ વરસાદ ર૪ કલાકમાં નોંધાયો હતો. જીલ્લામાં સમયસર મેઘરાજાનું આગમન થતા ખેડુતો ગેલમાં આવી ગયેલ છે. ખંભાળા જળાશયમાં ૭ ઇંચ તથા ફોદાળા જળાશયમાં ૮ ઇંચ નવા પાણી આવ્યા છે.

આજે સવારે મેઘરાજાએ અમી છાંટણા કરીને ભીમ અગીયારસનું મુહુર્ત સાચવી લીધું હતું. દરીયામાં પવનનું જોર હોય નાના માછીમારોએ દુર સુધી ફીશીંગમાં નહી જવા સુચના આપી છે. જીલ્લા કંટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૩૭ મીમી., કુતિયાણા ૩૩ મીમી, રાણાવાવ ૧૩ મી.મી. તેમજ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩૮.૮ મીમી. નોંધાયો છે.

શહેરમાં સવારે સખત બફારો અને ધૂપછાંવ વાતાવરણ છે. બરડાના મોઢવાડા કિંદરખેડા કુંજવેલ સોઢાણા વગેરે ગામોમાં શનીવારે વરસાદ વરસી જતાં વોંકળામાં પાણી વહી ગયેલ અને ખેતરોમાં પાણી ભરાયા હતા.

(1:36 pm IST)