Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પોરબંદરના કોલીખડામાં ૫ દિવસ પહેલાની હત્યાના આરોપીનો કોરોના નેગેટીવ રિપોર્ટ આવતા ધોરણસર ધરપકડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૧: તાલુકાના કોલીખડામાં પાંચ દિવસ પહેલા હોટલમાં જમ્યા બાદ ચૂકવવાની માથાકુટમાં યુવાનની હત્યાના આરોપી કરશન ભીમાભાઈ કોડીયાતર ઝડપાય ગયા બાદ તેનો કોરોના નેગેટીવ રીપોર્ટ આવતા તેની ધોરણસર ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ તથા નાયબ હોય ગઈ તા. ૧૬-૬-૨૦૨૧ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ગુ.૨. નં. ૧૧૨૧૮૦૧૦૨૧૦૩ ૨૯/૨૦૨૧ આઈપીસી કલમ ૩૦૨. ૩૦૭ તથા જીપી એકટ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય અને આ ગુન્હાની હકીકત એવી છે કે, તા. ૧૫-૬-૨૦૨૧ના રાત્રીના આ કામના મરણ જનાર તથા આરોપી એમ બધા મિત્રો કોલીખડા પવન હોટલમાં જમવા માટે ગયેલ હોય અને જમવાના પૈસા આપવા બાબતે મરણ જનાર તથા આરોપી વચ્ચે બોલાચાલી તથા ઝપાઝપી થયેલ હોય માથામાં ત્રીકમના ઘા મારી મોત નિપજાવી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજા કરી ગુન્હો કરી નાસી ગયેલ હોય જે આરોપીની તપાસ કરાવતા મળી આવેલ ન હોય જેથી પો.સ્ટે.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી. પો. સબ ઈન્સ. વાય.પી. પટેલ તથા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફની ટીમ સાથે આરોપીની તપાસમાં હોય સાંજના સમયે અડવાણા ગામ બાદ આવેલ ત્રણ પાટીયા પાસે પહોંચતા આ કામના આરોપી કરશન ભીમાભાઈ કોડીયાતર ત્યાં રોડની સાઈડમાં વાહનની રાહ જોઈ ઉભેલ હોય જેને સર્વેલન્સ સ્ટાફના માણસો ઓળખી જતા મજકુર આરોપીને પો.સ્ટે. લાવી કોવીડ-૧૯ અંગે મેડીકલ તપાસણી કરાવી તેનો રીપોર્ટ નેગેટીવ આવી જતા તા. ૧૮ના રોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે. ગંભીર પ્રકારના ખૂનના ગુન્હાના આરોપીને ગણત્રીની કલાકોમાં પકડવામાં આવેલ છે.

આ કામગીરીમાં રોકાયેલ અધિકારી-કર્મચારી-ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. વાય.પી. પટેલ તથા પો. હેડ કોન્સ. ચેતનભાઈ ગીગાભાઈ તથા પો. કોન્સ. હોથીભાઈ અરજનભાઈ, ચનાભાઈ વેજાભાઈ, ભરતભાઈ ભનુભાઈ તથા લોકરક્ષક વિજયભાઈ ખીમાભાઈ વિગેરે રોકાયેલ હતા.

(1:35 pm IST)