Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વેરાવળ મફતીયાપરા જુથ અથડામણના બનાવમાં છની અટકાયત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: મફતીયાપરા વિસ્તારમાં પથ્થરમારો હત્યાનો પ્રયાસ થયેલ તેમાં છની અટકાયત કરાયેલ છે.

વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ સરર્કીટ હાઉસ પાછળ ટોળાએ પથ્થરમારો કરી તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરેલ તેમાં પોલીસ કર્મચારી સહીત પાંચ ને ઈજાઓ થયેલ હતી તેમજ બે પી.એસ.આઈ ઉપર હુમલાનો પ્રયાસ કરેલ હતો પોલીસે આ ઘટનામાં ૧૧ જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરેલ હોય તેમાં પુછપરછ દરમ્યાન છની અટકાયત કરાયેલ છે તેમાં (૧) શાહરૂખ કાળુશા ફકીર (ર) ફેજલ કાળુશા ફકીર (૩)જાવીદ અધરો (૪)અજરૂદીન ને અબાડા નો સાળો (પ) મોસીન સુરી (૬)દીલાવરશા ફકીરને કોર્ટ માં રજુ કરાયેલ છે. હજુ પણ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી આ બનાવમાં સંકળાયેલ હોય તેને રાઉન્ડ અપ કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

(1:34 pm IST)