Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જામનગરનાં બેડીમાં સામ–સામા ધોકા ઉડયાની ઘટનામાં સામ–સામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકબર નુરમામદભાઈ છેર, ઉ.વ.૪૩, રે. બેડી આઝાદ ચોક, માતુકૃપા મેડીકલ રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા ર૦–૬–ર૧ના બેડી આઝાદ ચોક, માતુકૃપા મેડીકલ રોડ પર ફરીયાદી અકબર નુરમામદભાઈને આરોપી ઈકબાલ ઈબ્રાાહીમ સરેચા એ લાકડાના ધોકાના ઘા કરતા ડાબા હાથમાં તથા સાહેદ અસગરને એક ધોકોનો ઘા કરતા ડાબા હાથમા કોણોથી નીચેના ભાગે મુંઢ ઈજા થયેલ તથા આરોપી અબ્બાસ અયુબ સરેચા તથા આરોપી નિયાઝ ઈકબાલ સરેચા એ સાહેદ ઝિનતબેનને લાકડાના ધોકા વડે માર મારતા ડાબા ગાલે ઈજા થયેલ તથા બંન્ને હાથમાં મુંઢ ઈજા ભુંડી ગાળો બોલી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર : અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈકબાલ ઈલીયાસભાઈ સરેચા , ઉ.વ.૪૩, રે. બેડી આઝાદ ચોક, અન્ની હોટલની આગળ, સ્જીદ રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા ર૦–૬–ર૧ના બેડી આઝાદ ચોક, અન્ની હોટલની આગળ, સ્જીદ રોડ, પર ફરીયાદી ઈકબાલને આરોપી હનિફ ઈબ્રાહીમ છેર  તથા કાદર હનીફ  એ પોતા પાસે રહેલ લાકડાનો ધોકા વડે માર મારતા ફરીયાદી ઈકબાલને ના પર ઈજા થયેલ તથા આરોપી હનીફ ઈબ્રાહીમ એ સાહેદ નિયાઝને એક લાકડાનો ધોકો મારતા જમણા ખંભાના બાવળાના ભાગે મુંઢ ઈજા થયેલ તથા આરોપી અકબર નુરમામદ છેર એ સાહેદ ગુલામ હુશેનને એક લાકડાનો ધોકો ડાબા હાથના કોણીના ભાગે મંુઢ ઈજા કરી ભુંડી ગાળો બોલી  એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મોટી રાફુદળ ગામે જુગાર રમતા છ ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૧ના  મોટી રાફુદળ ગામના પાદરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આરોપીઓ હિતેષભાઈ દેવજીભાઈ નેસડીયા, હસન અબુભાઈ ભાટ્ટી, અલ્તાફ નુરશાહ શાહમદાર, મુકેશ હમીરભાઈ મકવાણા, દિનેશ ઉકાભાઈ રાઠોડ, સુમાર મામદભાઈ ભટ્ટી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪૪ર૦/– તથા મોબાઈલ નંગ–૪, કિંમત રૂ.૯પ૦૦/– તથા ૪ મોટરસાયકલ કિંમત રૂ.૯૮,૦૦૦/– મળી કુલ રૂ.૧,ર૧,૯ર૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વિભાણીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદીપસિંહ વિક્રમસિંહ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૧ના  વીભાણીયા ગામે આવેલ શીતળા માતાજીના મઢ પાસે, આવેલ શેરીમાં આરોપીઓ સંદીપભાઈ મધુભાઈ સોનારા, સાગરભાઈ ગાંડુભાઈ ઝાખલીયા, ધર્મેન્દ્રભાઈ રસીકભાઈ પરેસા, વિપુલભાઈ ચંદુભાઈ કોરડિયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૩૭૦/– તથા પટ માંથી રોકડા રૂ.રર૦/– મળી કુલ રૂ. ૧૦પ૯૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૬–ર૦ર૧ના બેડી રોડ સ્વામીનારાયણ મંદિરની પાછળની શેરી, વાણંદ શેરીમાં આરોપીઓ મયુરભાઈ કીરીટભાઈ શાન્તીભાઈ માટલીયા, મહમદ અકબરશા હાજીઆમદમીયા કાદરી, રે. જામનગરવાળએ જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી–બેકીના આકડા બોલી પૈસાની હારજીત કરી એકી–બેકી નામનો જુગાર રમી –રમાડી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧,૩પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

જોડીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નિલેશભાઈ ગોવિંદભાઈ અઘેરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૬–ર૦ર૧ના જોડીયા નાનો વાસ હુશેનભાઈ રાધાના ઘરની બાજુમાં જલાલશાપીરના પટ્ટમાં સ્ટ્રીટ લાઈટના

અજવાળે આરોપી હુશેનભાઈ અબ્બુભાઈ રાધા, ફારૂકભાઈ બાવલાભાઈ પરમલ, સરીફભાઈ સુલેમાનભાઈ સન્ના, રાજેશભાઈ ઉર્ફે પોપટ બેચરભાઈ રીયા, ઈકબાલભાઈ અબ્બુભાઈ રાધા, આરીફ અબુભાઈ સન્ના, રે. જોડીયા ગામ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪૪પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધરારનગર–૧ માં જુગાર રમતા ચાર ઝડપાયા

 અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૬–ર૧ના ધરારનગર–૧, રામ મંદિર, સલીમ જોખીયાના ઘરની પાસે, જાહેરમાં આ કામના આરોપીઓ અબ્બાસ ઈબ્રાહીમભાઈ જુણેજા, હબીબભાઈ આમદભાઈ હીગોરા, સલીમ લતીફભાઈ જોખીયા, પોલાભાઈ વિરાભાઈ મંઢ, રે.જામનગર વાળા ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૮પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જીંદગીથી કંટાળી જઈ યુવાને ગળાફાંસો ખાધો

અહીં નવાગામ ઘેડ, હનુમાન ચોક અને શંકર ચોક વચ્ચે રહેતા જેશાભાઈ ગોવાભાઈ ચાવડા, ઉ.વ.૪ર એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૬–ર૧ના આ કામે મરણજનાર કિશોરભાઈ ગોવાભાઈ ચાવડા, ઉ.વ.૪પ, રે. નવાગામ ઘેડ, આરોગ્ય કેન્દ્રની બાજુમાં, જામનગરવાળા ને માનસીક બિમારીની છેલ્લા ચારેક માસથી દવા ચાલુ હોય અને તેના પત્ની છેલ્લા એકાદ માસથી પોતાના માવતર જતા રહેલ હોય અને પોતે એકલા રહેતા હોય અને માનસીક તણાવમાં રહેતા હોય જેથી પોતે જીંદગીથી કંટાળી જઈ પોતે પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.

રહેણાક મકાનમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો : બે ફરાર

 અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેનમાં હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૬–ર૧ જામનગરમાં પ્રભાતનગરનો ઢાળીયો ઉતરતા પટેલ સમાજ વાળી શેરીમાં આરોપી સુલતાનભાઈ ઈશાકભાઈ હાલાણી ના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧૩૧ કિંમત રૂ.૬પ,પ૦૦/– ના મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર અન્ય આરોપીઓ હુશેનભાઈ ખેરાણી, હાસમભાઈ જીવરાણી, રે. જામનગર વાળા અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:31 pm IST)