Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

દેવભુમી દ્વારકા જીલ્લામાં ૩ દિવસમાં ૧.પ૮ થી રર.રપ ટકા જેટલો વરસાદ વરસ્યો

વધુ વરસાદવાળા વિસ્તારોમાં આજે ભીમ અગિયારસથી વાવણી કાર્યનો પ્રારંભ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ : દેવભુમી જિલ્લના દ્વારકામાં સૌથી ઓછો ૮ મી.મી. વરસાદ પડયો છે જેકુલ વરસાદના ૧.પ૮% છે જયારે કલ્યાણપુર તા.માં ૯ર મીલી. વરસાદ ૧૧.૧ર% પડયો છે જયારે સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં ૧૭૪ મીલી મોસમનો રર.રપ% પડયો  છે જયારે ભાણવડમાં ૧૦૮ સાથે મોસમનો ૧પ.૩પ% જેટલ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સિવાયના તમામ ત્રણે તાલુકાઓમાં ચારથી સાત ઇંચ જેટલો વરસાદ બે દિવસમાં પડી ગયો હોય આજે ભીમ અગીયારસના પવિત્ર તથા વ્રત દિવસે ત્રણ દિવસના વાદળ છાયા હવામાન અને વરસાદ પછી તડકો નીકળતા આજે સવારથી અનેક ખેડુતો વાવણી કરવા મંડયા છે તથા પવિત્ર દિવસે વાવણીની ખેડુતોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે.

(1:31 pm IST)