Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ટંકારા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઃ

ટંકારા : તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ એસ.એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ટંકારા ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરી અને યોગ વિશેની માહિતી આપી. જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ (એડવોકેટ) મુકેશ વી બારૈયા તથા અમિત પી જાની (એડવોકેટ) તથા નવાઝ એચ માડકીયા અને કંચનબેન સારેસાએ પણ ભાગ લીધો હતો. અને યોગ વિશેના ફાયદાઓ અંગેની માહિતી આપી લોકોને માર્ગદર્શન આપ્યું હતું. (તસ્વીર -અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા)

(12:40 pm IST)