Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જામનગર યૌન શોષણ કેસમાં એફઆઇઆર ન થાય તો 'આપ' કોર્ટમાં જશેઃ ઇશુદાન ગઢવી

ભાજપ અહંકારી અને ભ્રષ્ટાચારીઓનો પક્ષ જયારે કોંગ્રેસ મંત્રીપદ લેવા માટે જ રાજકારણનો ઉપયોગ કરે છેઃ જુનાગઢમાં 'આમ આદમી પાર્ટી'ની બેઠક યોજાઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જુનાગઢમાં જોષીપરાના ખલીલપુર રોડ સ્થિત કૈલાશફાર્મ ખાતે આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓની બેઠક ઇશુદાનભાઇ ગઢવીની ઉપસ્થિતિમાં મળેલ જેમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલ લોકોને આવકારવામાં આવ્યા હતાં.

ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ ઉપર પ્રહારો કરતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે એસી ચેમ્બરમાં બેસતા નેતાની ચિંતા વધી રહી છે તેઓએ વધુમાં આક્ષેપ બાજી કરતા જણાવેલ કે ભાજપ અંહકારી અને ભ્રષ્ટાચારીનો પક્ષ હોવાની લોકોને અનુભૂતિ થઇ છે. જયારે કોંગ્રેસ પર લોકોને વિશ્વાસ નથી તેઓ મંત્રીપદ લેવા માટે જ રાજકારણનો ઉપયોગ કરે છે.

વર્તમાન સરકાર કોઇપણ નિર્ણય માટે દિલ્હી પુછવુ પડે છે.

આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કોરોના મૃતકોને આર્થિક પેકેજ અપાશે. બહેનો તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો એવુ કહેનારાના રાજમાં બહેનોની સલામતી નથી જામનગરની છેડતીની ઘટનામાં એફઆઇઆર નહી થાય તો આમ આદમી પાર્ટી કોર્ટમાં જશે.

ઇશુદાન ગઢવીએ વધુમાં પ્રહારો કરતાં જણાવેલ કે વર્તમાન સરકારે કૌભાંડો કરી રૂપીયા ભેગા કર્યા છે તે વાપરે કયા પરંતુ જયારે જનતા જર્નાદન બદલાવ ઇચ્છે ત્યારે સરકાર અબજો રૂપિયા ખર્ચે તો પણ લોકો કહેશે કે હુ ઝમીર નહીં વેચુ હું આમ આદમી પાર્ટીની સાથે છુ આમ આદમી પાર્ટીમાં લોકો મોટી સંખ્યામાં જોડાય રહ્યા છે આ બેઠકમાં મજેવડી સીટના અપક્ષ જિલ્લા પંચાયતમાં ચુંટાયેલા સદસ્ય કાંતિભાઇ ગજેરા સંગઠન મંત્રી નિમીષાબેન ખૂંટ જુનાગઢ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ અતુલભાઇ શેખડા તથા શહેર પ્રમુખ ચેતન ગજેરા, વિજય ચાવડા, રાકેશ સાવલીયા સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતીમાં વિધીવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.

(12:32 pm IST)