Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમરેલી ઝાપટાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારથી વરસાદનું જોર ઘટયુ

સવારથી ધુપ-છાંવનો માહોલ યથાવતઃ જો કે ઠંડા પવનની અસરમાં વધારો

રાજકોટ તા. ર૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારથી મેઘરાજાનું જોર ઘટયું છે જો કે અમરેલીમાં વરસાદી ઝાપટા વરસ્‍યા હતા.

આજે સર્વત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત છે અને ઠંડા પવનના અસરમાં વધારો થયો છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ શહેરમાં આજે સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં વાવણીનાં કામકાજનાં શ્રીગણેશ કરાયા છે જેને લઇ સીમ વિસ્‍તારમાં ધારે ધમધમાટ પ્રવર્તે છે.

જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ગત સપ્‍તાહમાં બે દિવસ સારો વરસાદ થયો હતો જેના પગલે ગઇકાલની ધરતીપુત્રોએ વાવણીનીફ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

આજે ભીમ અગિયારસના પાવન પર્વની સવારે ખેડુતોએ બળદ ગાડુ હાતી જોડી શ્રીફળ કંકુથી પુજન કરી વાવણીનો પ્રારંભ કરેલ. જેનાં પગલે સીમ વિસ્‍તારમાં નવી ચેતનાનો ઉમેરો થયો છે.

જુનાગઢ જિલ્લામાં આજે સવારથી વરાપ રહી છે. સવારનું લઘુતમ તાપમાન ર૪.૯ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.૮ કિ.મી.ની રહી હતી.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારાઃ ટંકારામાં ગઇકાલે જોરદાર વરસાદ ૩૩ મિલીમીટર વરસાદ પડેલ છે. અત્‍યાર સુધીનો કુલ ૬૧ મી.મી. વરસાદ પડેલ છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્‍દ્રનગર શહેર સહીત જીલ્લાભરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહી હતી પાટડી, મુળી અને થાન તાલુકામાં રવિવારે ચાર વાગ્‍યા સુધીમાં દોઢ-ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ત્રણ દિવસથી સામાન્‍ય વરસાદ બાદ શનિ-રવિવારે વરસાદે જોર પકડયું હતું. થાનગઢમાં શનિવારે આશરે ૪ ઇંચ (૯૬ મી.મી.) વરસાદ ખાબકયા બાદ રવિવારે સાંજના ૪ વાગ્‍ય સુધીમાં વધુ દોઢ ઇંચ (૩પ મી.મી.) વરસાદ પડતા નિચાણ વાળા અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા હતા જયારે કોરા રહીગયેલા દસાડા તાલુકામાં પણ રવિવારે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્‍યા પ્રમાણે પાટડી તાલુકામાં ૩પ મી.મી. ધ્રાંગધ્રા તાલુકામાં ૭ મી.મી. થાન તાલુકામાં ૩પ મી.મી.લીબડી-૧૩ મી.મી. વરસાદ નોંધાયો છે. હાલમાં પણ વરસાદી વાતાવરણ હાલમાં  પણ જોવા મળી રહ્યું છ.ે

જામનગર

(મુકુદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૩ મહત્તમ ર૭ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૮ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી. જોડીયા પ મી.મી.(ર૩) જામનગર પમી.મી. (૩પ) ધ્રોલ પ મી.મી. (પ૭) જામજોધપુર  મી.મી. ૪૮, લાલપુર મી.મી. ૪ર, કાલાવડ મી.મી. ૮૪ વારસાદ પડયો હતો.

(12:30 pm IST)