Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જંગવડ પાસે પરિવારને મળવા જતા આદિવાસી યુવકનું અજાણ્‍યા વાહન હડફેટે મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૧ : જસદણના જંગવડ પાસે પરિવારને મળવા જતા આદિવાસી યુવકનું અજાણ્‍યા વાહન હડફેટે મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છ.ે

માહિતી મુજબ ફરીયાદ અમરસિંગ ગુટાસિંગ આદિવાસી હાલ જંગવડ મુળ ઓયાલી દડવી ફળીયા જી. અલીરાજપુર મધ્‍યપ્રદેશએ ફરીયાદમાં જણાવાયું છે કે  બહાદુરભાઇ ભંગડાભાઇ (ઉ.૩પ) રહે.મધ્‍યપ્રદેશ) કાલેરાત્રીના તેમના પરિવારજનોને મળવા રોડ ક્રોસ કરી રહ્યો હતો.  ત્‍યારે કાલે રાત્રીના અજાણ્‍યા વાહને હડફેટે લેતા મોત થયું હતું. આટકોટ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ બાદ વધુ તપાસ આટકોટ પીએસઆઇ શ્રી મેતા ચલાવે છ.ે

(12:25 pm IST)