Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભીમ અગીયારસ નિર્જળા એકાદશી

એક દિવસે ભગવાન શ્રી નારાયણને ભીમે કહ્યું, કે પ્રભુ મારાભાઈઓ, માતા વગેરે સૌ કોઈ એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ ખાવાનું આપતા નથી. જેથી પ્રભુ દાન, પુણ્‍ય કરવાથી મને પુણ્‍ય મળે કે ન મળે ભીમનો આ સવાલ સાંભળી વ્‍યાસજીએ કહ્યું કે હે ભીમસેન તને વૈકુંઠની ઈચ્‍છા હોય તો તું જેઠ માસની સુદ એકાદશીનું વ્રત કરવું ન થાય તો માત્ર જેઠ સુદનો નિર્જળા એકાદશીનું  વ્રત કર તે દિવસે સ્‍નાન કરતા- કરતા જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર જ આખો દિવસ પસાર કરવો. વળી બારસને દિવસે સ્‍નાન કરી જળ તેમજ સુવર્ણ (સોનાનું) દાન બ્રાહ્મણોને આપવું પછી જ ભોજન કરવું. હે ભીમસેન તેમ કરવાથી જે પુણ્‍ય થાય છે. તે સાંભળ શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર શ્રી કૃષ્‍ણ ભગવાનને ચરણેજા એક વર્ષમાં જેટલી કૃષ્‍ણ અને શુકલ એકાદશી આવે છે. તેટલી એકાદશીઓને દિવસે ઉપવાસ કરવાથી જે ફળ મળે છે (પ્રાપ્‍ત) થાય છે. તે ફળ આ નિર્જળા એકાદશીનું નિર્જળ ઉપોષણ કરવાથી મળે છે. તેને ભય, નકર યમદૂત સ્‍પર્શ કરી શકતા નથી. તેને વિષ્‍ણુ ભગવાનના દુતો તેમને વિષ્‍ણુપુરીમાં લઈ જાય છે. વૈશયમ પાપના ઋષી, જનમેજયના કહે છે કે વ્‍યાસજીના વચન સાંભળી ભીમસેને નિર્જળા એકાદશી કે ભીમ અગીયારસ પણ કહેવામાં આવે છે. બારેમાસની એકાદશીઓમાં આ ભીમ અગીયારસનું વ્રત સર્વો કરતા અતિ ઉતમ છે. આ એકાદશી નિર્જળા ભીમ અગીયારસ કરી સર્વ એકાદશી કર્યા સમાન છે. તેથી ભીમ અગીયારસ નિર્જળા અગીયારસ દરેક ભકતોએ અવશ્‍ય કરવું. શ્રી કૃષ્‍ણ ભગવાનને કોટી- કોટી પ્રણામ.

 શાસ્ત્રી શ્રી બટુક મહારાજ,

સ્‍વામિનારાયણ મંદિરના પુજારી ગામ-

કાળીપાટ, મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(12:23 pm IST)