Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભૂજ ભગવાન મુનિસવ્રત સ્વામી જીનાલયની ૧૫મી વર્ષગાંઠ તથા ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન

ભુજ તા.ર૧ : નવનીતનગર - કોવઇ નગર મધ્યે ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલીત ભગવાન મુનિસવ્રત સ્વામી જીનાલની ૧૫મી ધ્વજારોહણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પુ. ગુણસાગરસુરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાએ તપસ્વીરત્ન પ.પુ.આચાર્ય ભગવંત શ્રી ગુણોદસાગરસુરીશ્વરજી મ.સા. અને વર્તમાન ગચ્છાધિપતિ આ.ભ. પ.પુ.કલાપ્રભસાગરસુરીશ્વરજી મ.સા.ના આશિર્વાદી કંચનસાગર મ.સા. (બાપા મારાજ) અને કચ્છ વાગડ સંપ્રદાયના પ.પુ.મુનિરાજ પાવનમંત્ર વિજયજી મ.સા., પ.પુ.મુનીરાજ પુનિતવંશવિજયજી મ.સા. અને પ.પુ.સાધ્વી જીનકીર્તીશ્રીજી મ.સા. આદિ ઠાણા બેની નિશ્રામાં નવનીતનગર - કોવઇ નગર જીનાલય મધ્યે ધ્વજારોહણનો લાભ શ્રીમતી જીજ્ઞાબેન જીગરભાઇ છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવારે લીધો હતો. જયારે પ્રભાવનાનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવારે લીધો હતો.

આ પ્રસંગ સ્વાગત પ્રવચન કરતા સંઘના ચેરમેન તારાચંદભાઇ છેડાએ જણાવ્યુ હતુ કે પુરૂષાર્થ આપણો અને અનુગ્રહ પરમાત્માનો હોય ત્યારે તેની સફળતા વિશે કોઇ જ શંકા નથી.

આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ અને ધ્વજારોહણ લાભાર્થી પરિવારના મોભી તરાચંદભાઇ છેડા દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત ભુજ ન.પા.ના વોર્ડનં.૧૧ના નગરસેવક ધર્મેશભાઇ જોશીનું શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ.

 આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી નરેશભાઇ શાહ, સુરેન્દ્રભાઇ સાવલા, લ્હેરીભાઇ છેડા, ભાવેશભાઇ દેઢીયા, કિરણભાઇ કકકા, ધીરેનભાઇ પાસડ, ક.વી.ઓ. મહારાજના ઉપપ્રમુખ ગોગરી, ગિરીશભાઇ છેડા, વિનોદભાઇ ગાલા, ડો.દેવચંદભાઇ ગાલા, રાજેશભાઇ સંગોઇ, લક્ષ્મીકાંતભાઇ કારાણી, સખી વૃંદના શ્રીમતી ચેતનાબેન છેડા, શ્રીમતી પ્રિતીબેન ગાલા, નિર્મળાબેન સાવલા, શ્રીમતી હંસાબેન છેડા, યુવા પાંખના પ્રમુખ અમીતભાઇ વોરા, ગીરીશભાઇ સાવલા અને સમાજના લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધી વિધાન દિપકભાઇ કોઠારી એન્ડ ગૃપ દ્વારા કરાવવામાં આવી હતી.

(11:38 am IST)