Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામને ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીનો ભેટ

વઢવાણ : પૂજય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા ચાલતી કોરોના દર્દીઓની સેવાથી પ્રભાવિત થઈને અમેરિકા નિવાસી મૂળ ભારતીય ઓડ ગામના સતીશભાઈ ચંદુભાઈ પટેલે કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ મંદિરને સાત ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીનો ભેટ આપ્યા. શહેરો અને ગામડાઓમાં ઓકસીજનની કમીને કારણે લોકોની પીડા જોઈને સતીશભાઈ ચંદુભાઈ પટેલ તથા અમેરિકા નિવાસી મૂળ નાર ગામના ડો.અરવિંદભાઈ સી. પટેલને કોરોના મહામારીમાં પોતાના દેશના લોકોને મદદ કરવાની ભાવના થઈ. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ અને કૌટુંબિક સંસ્કાર અને સદભાવનાને કારણે મિત્ર ડો.અરવિંદભાઈના કહેવાથી સતીશભાઈ ચંદુભાઈ પટેલે શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામને સાત ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન ભેટ આપ્યા. કોરોના કે અન્ય રોગોના કારણે ઓકસીજનની જરૂરિયાતવાળા દર્દીઓના લાભાર્થે સતીશભાઈના પિતાશ્રી ચંદુભાઈ પટેલના હસ્તે શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામમાં આ મશીનો ભેટ અપાયા. પૂજય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ સતીશભાઈ અને ડો.અરવિંદભાઈના આ સેવાકાર્યથી પ્રસન્ન થઈને તેમને ધન્યવાદ સહ શુભાશિષ પાઠવ્યા હતા. પૂજય સ્વામીજીએ સહર્ષ જણાવ્યું હતું કે, આ ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીનો કોવીડ કેર સેન્ટરમાં તથા જરૂરિયાતમંદ દર્દીઓના દ્યરે પણ વાપરવા માટે આપવામાં આવશે. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:41 am IST)