Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વિસાવદરનાં જિલ્લા-તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્યો સહિત આગેવાનો ઇસુદાન ગઢવીની ઉપસ્થિતીમાં 'આપ'માં જોડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૧: ગઇકાલે જૂનાગઢ ખાતે ઇસુદાન ગઢવીની ઉપસ્થિતમાં વિસાવદરના કોંગ્રેસના જિ.પં.પૂર્વ સદસ્ય મુનેશભાઇ પોંકિયા, તા.પં.ના પૂર્વ સદસ્ય સુભાષભાઇ ગોંડલિયા, ભાજપનાં પૂર્વ સદસ્ય હરસુખભાઇ બોરડ સહિતનાં આગેવાનો આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાઇ જતા સમગ્ર પંથકમાં રાજકિય ચકચાર વ્યાપી છે.તાલુકાના હજુ વધુ આગેવાનો-કાર્યકરોને 'આપ'મા જોડવા ચક્રો ગતિમાન હોવાની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે.

(11:36 am IST)