Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

'વહાલી દિકરી યોજના'ના લાભાર્થીઓને કોરોનાકાળના પરિણામે ૧ વર્ષની મુદતમાં છુટછાટ આપોઃ વિસાવદર ટીમ ગબ્બરની માંગણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૧: 'ટિમ ગબ્બર' ગુજરાતના સ્થાપક એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોષી દ્વારા કલેકટર, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્યમંત્રીશ્રી,આરોગ્ય મંત્રીશ્રી,નાયબ મુખ્યમંત્રી, સી.આર.પાટીલ,સાંસદ શકિતસિંહ ગોહેલ, દર્શનાબેન જસદોસ, કુમારભાઈ કાનાની, તથા વિરોધ પક્ષના નેતા, તમામ મ્યુનિસિપલ કમિશનર, તમામ કલેકટરો, પ્રાંત અધિકારીઓ, તથા તમામ મામલતદારશ્રીઓ વિગેરેને ઈમેઈલથી રજુઆત કરી જણાવેલ છે કે, વહાલી દીકરી યોજનાના લાભથી વંચિત લોકો તરફથી ફરિયાદ મળી છે કે,તા.૨/૮/૨૦૧૯ બાદ જન્મ થયેલ દીકરીના સારા ભવિષ્ય માટે અને દીકરીના જન્મદર માં વધારો અને દીકરીના શિક્ષણ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ યોજનાનો લાભ આપવાની સરકાર દ્વારા સરાહનીય યોજના આપવામાં આવી છે અને દીકરીના લગ્ન સમયે સારામાં સારી રકમ મળે તે માટે આ યોજના અંતર્ગત બાળકીના પ્રથમ ધોરણમાં આવતા ૪૦૦૦ / નવમા ધોરણમાં આવતા ૬૦૦૦/- અને ૧૮ વર્ષે ૧ લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ હાલમાં સવા વર્ષથી કોરોના અને લોકડાઉનને લીધે તમામ સરકારી કચેરી બંધ હોવાના કારણે આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે અને લાભાર્થીને આવકના દાખલા અને અન્ય પુરાવા સાથે અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકી ગયા છે અને આ યોજના દીકરીના જન્મ થી ૧ વર્ષની અંદર જ મળતો હોય સમગ્ર ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણા યોજના હેઠળ લાભ લઈ શકયા નથી જેથી ટીમ ગબ્બરની રજુવાત છે કે તમામ લાભાર્થીને ઉપરોકત સમયમાં જન્મેલી દીકરીને લાભ થાય તે હેતુથી તેમના માટે એક વર્ષની સમય મર્યાદાનો વિલંબ બદલ વધુ ૧ વર્ષ શ્નઉઈંક્નાૃક દીકરી યોજના'ના લાભ મળી શકે તે માટે સમયમર્યાદામાં છૂટ આપવામાં આવે અને તમામ કચેરીને સમયમર્યાદામાં વધારાની જાણ કરવામાં આવે 'નાગરિક અધિકાર' પત્ર અન્વયે ત્વરીત કાર્યવાહી કરવા ટીમ ગબ્બરના વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોષીએ માંગ કરી છે.

(11:35 am IST)