Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગુજરાતના રત્ન કલાકારોને મીલ કામદાર જેવુ જ ઓળખપત્ર આપી મજૂર કાયદાનો લાભ આપોઃ વિસાવદરમાં માંગણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૧: ગુજરાતની લોકપ્રશ્ને લડાયક સ્વૈચ્છિક સંસ્થા 'ટિમ ગબ્બર'ના સૂત્રધારો કે.એચ.ગજેરા તથા નયનભાઈ જોશી (એડવોકેટ- વિસાવદર) ગુજરાતના રત્ન કલાકારોની વ્હારે આવ્યા છે.તેઓએ મુખ્યમંત્રી શ્રીનાયબ મુખ્યમંત્રી, સાંસદ શકિતસિંહ ગોહેલ, દર્શનાબેન જસદોસ,કલેકટર શ્રી.(તમામ જિલ્લા),તથા જિલ્લાવિકાસ અધિકારી તમામ, તથા શ્રમ અને રોજગાર મંત્રી.

શ્રમ અને રોજગાર સચિવ વિરોધ પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,ગુજરાતમાં વસવાટ કરતા રત્ન કલાકારોને સરકાર દ્વારા સહાય,મજૂર કાયદાના લાભો,તબીબી સારવારમાં રાહત,અને લોન કે બેંકમાં આવક / વ્યવસાયના પુરાવામાં પડતી મુશ્કેલી અંગે ખાસ કરીને જયારે આવા રત્ન કલાકારો વ્યવસાય વેરો ભરતા હોય ત્યારે સરકાર દ્વારા આવા રત્ન કલાકારોને અમદાવાદના મિલ કામદારોને જે ઓળખપત્ર આપેલ તેવા જ ઓળખપત્ર પોતાના વ્યવસાય અંગે ફોટા, જન્મ તારીખ,બ્લડ ગ્રુપ, એડ્રેસઅને તમામ વિગતો સહિત જે તમામ જગ્યા પર કચેરીમાં વપરાશમાં લઈ શકે તે માટે અને સરકારી સહાય મેળવવા માટે ઓળખપત્રની તાતી જરૂરિયાત છે.અને રત્ન કલાકારોની તમામ માહિતી સરકારી ચોપડે હોવી જોઈએ જેથી તમામ આવા રત્ન કલાકારોનો સર્વે કરાવી અને સરકારી ચોપડે નોંધાયેલા તમામ રત્ન કલાકારોની નોંધણી કરી માહિતી મેળવી અને કાયમી લાભો મળે તે હેતુથી યોગ્ય કાર્યવાહી કરી અને ઓળખપત્ર હાલમાં જરૂરી છે જેથી એક ઓળખપત્ર થી પ્રોવિડન્ટ ફંડ,કામદારના હકો,તબીબી સારવાર, અને નિવૃત્તિ બાદ પેન્શન કે બોનસ અંગે અને વ્યવસાય ના પુરાવા અને રત્ન કલાકારોના પગાર અંગે માલિકો દ્વારા થતા વિવાદોમાં,કર્મચારી ને છૂટા કરી દેવામાં આવે ત્યારે કાનૂની કાર્યવાહી કરવા અને રત્ન કલાકારોને આવા લાભો સરળતાથી મળી રહે તે હેતુથી સરકાર માન્ય ઓળખપત્ર આપવા માટે ટીમ ગબ્બરની માંગણી છેં અને ભૂતકાળમાં પણ રત્ન કલાકારોને પોતાની મજૂરી કામ કરતા જે આવક થાય તેના પગાર ઉપર લેવામાં આવતા વ્યવસાય વેરા પેટે સરકાર વસુલાત કરતા હોય છે તે અંગે વિધાનસભામાં પણ રજુઆત થયેલ છે અને આવા સરકારી લાભો, ઓળખપત્ર સરકાર દ્વારા ન આપી શકાતા હોય તો તાત્કાલિક અસરથી આવા રત્ન કલાકારો ના પગાર ઉપર લેવામાં આવતા વ્યવસાય વેરા પણ બંધ કરવા જોઈએ.જેથી તાત્કાલિક અસરથી તમામ રત્ન કલાકારોનો સ્થાનિક સર્વે કરાવી, તમામ સંલગ્ન કચેરીમાં એક ઓળખપત્ર રજૂ કરતા તમામ લાભો મળે તે માટે ટીમ ગબ્બરની માંગણી અને રજૂઆત છે. જે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી 'નાગરિક અધિકાર પત્ર'અન્વયે ત્વરીત કાર્યવાહી કરવા ટિમ ગબ્બર વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું છે.

(11:34 am IST)