Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

૯ દરોડામાં ૬૪ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ જીલ્લામાં ભીમ અગિયારસ પૂર્વ ઠેર-ઠેર જૂગારના પાટલા શરૂ થઇ જતા પોલીસના દરોડા : વિંછીયાના લાલાવદર ગામે ૬, કોટડા સાંગાણીના રામોદમાં બે દરોડોમાં ૯, વિરનગરમાં પ, મોટા દડવામાં પ, શિવરાજપુરમાં ૧૩, સોમલપુરમાં ૧ર અને સોમપીપળીયા ગામે પતા ટીંચતા ૮ શખ્સો પકડાયા

રાજકોટ તા. ર૧ :.. ભીમ અગિયારસ પૂર્વે જીલ્લામાં ઠેર ઠેર જૂગારના હાટડા શરૂ થઇ જતા પોલીસે દરોડોનો દોર શરૂ કરી જીલ્લામાં અલગ-અલગ ૯ દરોડામાં ૬૪ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં વિંછીયા પોલીસે લાલાવદર ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા સુરેશ દેવશીભાઇ કોળી, વિશાલ રામજીભાઇ મેટાળીયા, સુરેશ બાબુભાઇ સાકરીયા તથા રમેશ શનાભાઇ સદારીયા, રે. લાલાવદરને રોકડા રૂ. રપ૭પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં કોટડા સાંગાણી પોલીસે રામોદ ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દિનેશ વજુભાઇ અગ્રાવત, ધર્મેશ વિઠ્ઠલભાઇ શેખડા, જેન્તી ધર્મેશભાઇ ગજેરા તથા વિમલ અમૃતભાઇ ધડુક રે. રામોદને રોકડા રૂ. ર૬૪પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા તેમજ કોટડા સાંગાણી ૯ દરોડામાં ૬૪ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ જીલ્લામાં ભીમ અગિયારસ પૂર્વ ઠેર-ઠેર જૂગારના પાટલા શરૂ થઇ જતા પોલીસના દરોડા : વિંછીયાના લાલાવદર ગામે ૬, કોટડા સાંગાણીના રામોદમાં બે દરોડોમાં ૯, વિરનગરમાં પ, મોટા દડવામાં પ, શિવરાજપુરમાં ૧૩, સોમલપુરમાં ૧ર અને સોમપીપળીયા ગામે પતા ટીંચતા ૮ શખ્સો પકડાયા

રાજકોટ તા. ર૧ :.. ભીમ અગિયારસ પૂર્વે જીલ્લામાં ઠેર ઠેર જૂગારના હાટડા શરૂ થઇ જતા પોલીસે દરોડોનો દોર શરૂ કરી જીલ્લામાં અલગ-અલગ ૯ દરોડામાં ૬૪ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં વિંછીયા પોલીસે લાલાવદર ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા સુરેશ દેવશીભાઇ કોળી, વિશાલ રામજીભાઇ મેટાળીયા, સુરેશ બાબુભાઇ સાકરીયા તથા રમેશ શનાભાઇ સદારીયા, રે. લાલાવદરને રોકડા રૂ. રપ૭પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં કોટડા સાંગાણી પોલીસે રામોદ ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દિનેશ વજુભાઇ અગ્રાવત, ધર્મેશ વિઠ્ઠલભાઇ શેખડા, જેન્તી ધર્મેશભાઇ ગજેરા તથા વિમલ અમૃતભાઇ ધડુક રે. રામોદને રોકડા રૂ. ર૬૪પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા તેમજ કોટડા સાંગાણી

પોલીસે રામોદ ગામે બીજા દરોડો પાડી જૂગાર રમતા પરેશ ધીરૂભાઇ વઘાસીયા, શૈલેષ બાબુભાઇ પટોળીયા, રમેશ હંસરાજભાઇ ગજેરા, મુકેશ શંભુભાઇ વઘાસીયા, તથા નિકુંજ મનસુખભાઇ પડાળીયા રહે. રામોદને રોકડા રૂ. ર૭ર૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ગોîડલ સીટી પોલીસે નવા યાર્ડમાં ડુંગળીના ગ્રાઉન્ડમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા પરેશ બાવાભાઇ વિરાણી રે. ગોîડલ દિગ્વિજયસિંહ દિલીપસિંહ ચુડાસમા રહે. દેવચડી, બટૂક આલાભાઇ દાફડા રે. ચોરડી, કાનજી દેવાભાઇ જાદવ રે. ખરેડા, પરેશ ચત્રભુજભાઇ શેઠ રે. ગોîડલ તથા પ્રવિણ રવજીભાઇ રોલડીયા, રે. રામોદને રોકડા રૂ. ૧૦૪પ૦ તથા પ મોબાઇલ મળી કુલ રૂ. ૩પ,૯પ૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમાં દરોડામાં આટકોટ પોલીસે વિરનગર ગામની સીમમાં અરવિંદ માધાભાઇ વેકરીયાની વાડીમાં રેઇડ કરી જૂગાર રમતા વાડી માલીક અરવિંદ વેકરીયા, હરેશ ઉર્ફે હકા શંભુભાઇ વઘાસીયા, રતીલાલ નાથાભાઇ દાફડા, હરેશ વિઠલભાઇ રોજાસરા તથા જયદીપ ઉર્ફે કપી બાબુભાઇ રાદડીયા, રે. તમામ વિરનગરને રોકડા રૂ. ૧૦૮૦૦ તથા ઍક બાઇક મળી કુલ રૂ. ર૦,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા દરોડામાં આટકોટ પોલીસે મોટા દડવા ગામે રેઇડ કરી જૂગાર રમતા અનીલ રમેશભાઇ સોલંકી, જીતુ ભાવસંગભાઇ સોલંકી તથા પ્રવિણ ઘુઘાભાઇ સોલંકી રે. મોટાદડવા સાગર બાવકુભાઇ સોલંકી રે. નડાળા તા. બાબરા તથા મનોજ મનસુખભાઇ મકવાણા રહે. વડોદ તા. જસદણને રોકડા રૂ. ૧૧રર૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

સાતમાં દરોડામાં જસદણ પોલીસે શિવરાજપુર ગામની સીમમાં વિપુલ વિઠ્ઠલભાઇ મકવાણાની વાડીના મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા વનરાજ વશરામભાઇ મકવાણા, ભૂપત ધીરૂભાઇ સરીયા, વિશાલ ભનુભાઇ મકવાણા, જેન્તી ચનાભાઇ સરીયા, પુના વાલાભાઇ શીરોળીયા, ધનજી રાઘવજીભાઇ સાપરા, અજય વિઠ્ઠલભાઇ કોકીયા, શૈલેષ દેવરાજભાઇ પ્રજાપતિ, રાજેશ લીંબાભાઇ ઝાપડીયા,  જેન્તી મોહનભાઇ ઝાપડીયા, અશ્વિન જીવાભાઇ મકવાણા, દુદા વેલાભાઇ મુલાણી રહે. તમામ શિવરાજપુર, તથા ઉદય બાબુભાઇ ખાચર રહે. જસદણને રોકડા રૂ. પ૧૦૪૦ તથા ઍક બાઇક મળી કુલ રૂ. ૭૧૦૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે આ રેઇડ દરમિયાન વાડી માલીક વિપુલ મકવાણા મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આઠમાં દરોડામાં જસદણ પોલીસે સોમલપર ગામે પ્રવિણ બચુભાઇ શિયાળના મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા મકાન માલીક પ્રવિણ રમેશ ભીમાભાઇ અોળકીયા, નિતેશ છગનભાઇ શિયાળ, સોમા સવાભાઇ ગાંગડીયા, લખમણ નથુભાઇ શિયાળ, મનસુખ બચુભાઇ સોલંકી, મુના કલ્યાણભાઇ ગાળુ, હિંમત કરશનભાઇ શિયાળ, સંજય પુના ભાઇ મકવાણા, બુધા શામજીભાઇ સોલંકી, વિપુલ માવજીભાઇ સોલંકી તથા મનસુખ રમેશભાઇ ભડાણીયા રે. તમામ સોમલપરને રોકડા રૂ. ૪૧૪૩૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

નવમાં દરોડામાં જસદણ પોલીસે સોમપીપળીયા ગામની ઉમર સામ વિસ્તારમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા લાલજી અમરશીભાઇ જતાપરા રહે. કેરાળા તા. ગઢડા, અરવિંદ વાલજીભાઇ ટીબલ, અરવિંદ દેવજીભાઇ ગાળુ, રહે. બન્ને સોમપીપળીયા, ભકુ મેરામભાઇ રાઘવાણી તથા હરેશ લાલજીભાઇ જતાપરા રે. બન્ને કેરાળા, વિનુ વલ્લભભાઇ ગાળુ રે. રામપરા તા. ગઢડા, રાહુલ લાલજીભાઇ જતાપરા રે. કેરાળા તથા અશોક વાલજીભાઇ કોળી રહે. સોમપીપળીયાને રોકડા ૧૬૮૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:26 am IST)