Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ટંકારાના હરિપરમાં જન્મ બાદ તબિયત બગડતાં બાળકીનું મોત

રાજકોટ તા. ૨૧: ટંકારાના હરિપર ભૂતકોટડા ગામે ધનાભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં દાહોદ પંથકના દંપતિની એક દિવસની વયની બાળકીનું બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું.

હરિપર રહેતાં દિનેશ ગણાવાની પત્નિએ પરમ દિવસે દિકરીને જન્મ આપ્યો હતો. તેની તબિયત બગડતાં ટંકારા હોસ્પિટલમાં અને ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. દિનેશને અગાઉ એક દિકરી હતી. બીજી દિકરીનું જન્મ સાથે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ટંકારા પોલીસને જાણ કરી હતી.

(11:22 am IST)