Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પૂનામાં ૩.૨૮ કરોડનું ચિટિંગ કરનાર ભુજવાસી પિતા અને બે પુત્રો ઝડપાયા :પૂનામાં સ્કીમ ચલાવી રૂપિયા ઓળવી ભુજના સહયોગનગરમાં રહેતા હતા

( વિનોદ ગાલા દ્વારા ભુજ) ઘણા વર્ષોથી પૂનામાં રહેતા પણ મૂળ ભુજના પરિવારે લોભામણી સ્કીમ ચલાવી ૩.૨૮ કરોડની કરેલી ઠગાઈ અંગે ગુનો નોધાયા બાદ પૂના પોલીસે ત્રણ  ભાગેડુ આરોપીઓની ભુજમાંથી ધરપકડ કરી છે. ભરત કરણરાજ જોશી અને તેના બે પુત્રો હિરેન તેમ જ દીપક ત્રણેય પૂનામાં સ્કીમ ચલાવી ૩.૨૮ કરોડની ઠગાઈ કરી ભુજ રહેવા આવી ગયા હતા. આ ત્રણેય આરોપીઓ ભાગેડુ હોઈ પૂના પોલીસે તેમની વિરૂદ્ધ એક લાખના ઇનામની જાહેરાત કરી હતી. જે દરમ્યાન ભરત જોશી તેના બે પુત્રો હિરેન તેમ જ દીપક સાથે ભુજના રાવલવાડી વિસ્તારમાં સહયોગનગર મધ્યે રહેતા હોવાની બાતમીને આધારે પૂના પોલીસે ભુજ એ ડિવિઝન પોલીસની મદદથી ત્રણેયને ભુજમાં થી ઝડપી પાડી પુના લઈ જવાની તજવીજ હાથ ધરી છે.

(9:37 am IST)