Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભુજમાં રંગરેલિયા મનાવતા લફરેબાજ પતિને પત્નીએ ઝડપ્યો : અન્ય યુવતી સાથેના સબંધ માટે આઠ મહિનાથી પત્ની અને સંતાન અને માં બાપને છોડ્યા

( વિનોદ ગાલા દ્વારા ભુજ) ભુજના લાયન્સનગરમાં લફરાબાજ પતિ પોતાની પત્નીની વોચમાં ઝડપાઈ ગયો હતો. પોતાના ભાઈ અને પરિવારજનો સાથે મળીને પત્નીએ રાખેલી વોચ દરમ્યાન અમિત સોની નામનો યુવાન અન્ય યુવતી સાથે ઝડપાઈ ગયા બાદ મહિલા પોલીસને જાણ કરાઇ હતી. પત્નીએ પોતાના પતિના અન્ય યુવતી સાથે સબંધ હોવાની ફરિયાદ પણ ત્રણ મહિના અગાઉ કરી હતી. છેલ્લા ૮ મહિનાથી પોતાની પત્ની, એક સંતાન તેમ જ માતા પિતાને છોડી અમિત સોની ભુજના લાયન્સ નગરમાં રહેતો હતો. ભુજમાં ઉમેદનગર માં રહેતી અને બ્યુટી પાર્લર ધરાવતી અન્ય યુવતી સાથે અમિત સોનીના સબંધો હતા. આ અંગે પોલીસ ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં અંતે પત્નીએ પોતાના પતિ ઉપર વોચ રાખવાનું શરૂ કરી પતિ અને પ્રેમિકા બન્નેને રંગે હાથ ઝડપી લીધા હતા. જોકે, મહિલા પોલીસ સ્ટેશન મધ્યે પતિએ પોતે એકલો રહેતો હોઈ એ યુવતી ટિફિન આપવા આવી હોવાનું જણાવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:22 am IST)