Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જન સેવા કાર્ય સંપન્ન.

સંસ્થા અને ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈના સેવા કાર્યો બદલ સન્માન.કરાયું

મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા તા 20 જૂન ના રોજ મલ્ટી વિટામીન અને વિટામિન સી ટેબ્લેટ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતુ.. વર્તમાન સમયમાં જ્યારે કોરોના મહામારી સહિતની બીમારીઓ એ માઝા મૂકી છે અને બહોળી સંખ્યામાં લોકો તેનો ભોગ બની રહ્યા છે અને જે લોકોની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેવા લોકો ગમે ત્યારે કોઇપણ બીમારીનો શિકાર બની શકે છે.. તો લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને લોકોનું સમતોલ સ્વાસ્થ્ય જળવાઇ રહે તેવા ઉમદા આશયથી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સુમતિનાથ નગર વાવડી રોડ ખાતે વિનામૂલ્યે રોગપ્રતિકારક શક્તિવર્ધક મલ્ટી વિટામિન તથા વિટામીન-સી ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.. આ તકે લાભાર્થીઓ માં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો..
   આ પ્રોજેક્ટના સહયોગી દાતા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ હતા આ સાથે સામાજિક સેવાકીય અને લોકજાગૃતિ રૂપે પ્રવૃત્તિઓ કરી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂં પાડતા ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી ના પ્રમુખ પ્રીતિ બેન દેસાઈ નું મોરબી ન્યૂઝ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.. પ્રતિભાવમાં પ્રીતિબેન તેમ જ સભ્યો દ્વારા મોરબી ન્યૂઝ નો આભાર માનવામાં આવ્યો હતો..
    આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ સેક્રેટરી  મયુરીબેન કોટેચા વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તથા અન્ય ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(10:32 pm IST)