Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

હળવદ પંથકમાં અસામાજિક તત્વો બેફામ : ટ્રિપલ સવારી બાઇકમાં જતા રોકતા પોલીસને માર માર્યો

પોલીસે આરોપી મહેશ રઘુ અને વિકાસ રઘુને ઝડપી લીધા

હળવદ પંથકમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેવો ઘાટ જોવાયો ત્રણ લોકો  ત્રિપલસવારી બાઈકમાં જતા હોય જેને પોલીસે રોકતા પોલીસને માર મારી ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા સુખદેવ મગનભાઈ પરમાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સરા ચોકડી નજીક મોટરસાયકલ પર આરોપી મહેશ રઘુ હળવદીયા, વિકાસ રઘુ હળવદીયા( રહે બંને સિધેશ્વર મંદિર પાસે હળવદ )અને અજય કિશન દેવીપુજક (રહે દિલ્હી વાળા )ત્રણ સવારીમાં ધૂમ સ્ટાઈલથી જતા હોય જેથી ફરિયાદી સુખદેવ પરમારે ફરજના ભાગરૂપે તેને રોકતા આરોપીઓએ ગાળો આપી માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી

હળવદ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જે ગુન્હો નોંધી પોલીસે આરોપી મહેશ રઘુ અને વિકાસ રઘુને ઝડપી લીધા છે

(9:31 pm IST)