Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબી જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન : ૧૮ વર્ષથી મોટા તમામ યુવાનોને વગર રજીસ્ટ્રેશને અપાશે કોરોના વેક્સીન

જીલ્લામાં કુલ ૭૦ જગ્યાઓ ઉપર કોરોના રસીકરણ કામગીરી શરૂ કરાશે

મોરબી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન ચાલુ જ છે ત્યારે ૨૧ જુન થી સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ મોરબી જીલ્લામાં "કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન" માં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે અને કોવિડ વેક્સિનેશન અંતર્ગત ૨૧ જુનથી બધાને વેક્સિન મફત વેક્સિન અન્વયે મોરબી જીલ્લામાં કુલ ૭૦ જગ્યાઓ ઉપર કોરોના રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવશે

મોરબી જીલ્લામાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે અને ૭૦ સેન્ટરો પૈકી ૨૬ સેન્ટરો ઉપર મોરબી જીલ્લાના પદાધિકારીઓ દ્વારા તારીખ ૨૧ જુનના સવારે ૯:૦૦ કલાકે શુભારંભ કરવામાં આવશે આ અભિયાનમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકો વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકશે અને જે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી SMS દ્વારા સમય , સ્થળ અને તારીખનો સ્લોટ મેળવેલ હશે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે

(8:34 pm IST)