Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબી જીલ્લામાં મેઘરાજાની મહેર: ટંકારા, માળિયા અને વાંકાનેર પંથકમાં એક એક ઈંચથી વધુ વરસાદ

વાંકાનેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ : મોરબી અને હળવદમાં વરસાદી ઝાપટા

મોરબી જીલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે આજે રવિવારે પણ મોરબી જીલ્લાના ટંકારા, માળિયા અને વાંકાનેર પંથકમાં એક એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો મોરબી અને હળવદમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે

મોરબી જીલ્લામાં રવિવારે પણ સારો વાવણીલાયક વરસાદ નોંધાયો છે જેમાં રવિવારે સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં ટંકારા તાલુકામાં ૩૩ મીમી, માળિયા તાલુકામાં ૩૨ મીમી અને વાંકાનેર તાલુકામાં ૩૧ મીમી વરસાદ વરસ્યો છે જયારે હળવદ તાલુકામાં ૦૬ મીમી વરસાદ નોંધાયો છે આજે પણ વરસાદને પગલે વાંકાનેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ હતી

(9:23 pm IST)