Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જાળીયામાં ટ્રેકટરના ફેરા પ્રશ્ને ગિરધર, તેના ભાઇ અને બહેન પર સશસ્ત્ર હુમલો

ભરત, ગાંગજી સહિતનાએ પાઇપ અને ધારીયાના ઘા કર્યા

રાજકોટ તા. ૨૧: કુવાડવાના જાળીયા ગામે વણકર યુવાન ગિરધર સવજીભાઇ ચાવડા (ઉ.૩૨) તથા તેના ભાઇ કાંતિ સવજીભાઇ ચાવડા (ઉ.૨૯) અને બહેન અંજના સવજીભાઇ ચાવડા (ઉ.૨૦) ઉપર ગામના જ ભરત ગાંગજીભાઇ વણકર, ગાંગજીભાઇ કાળાભાઇ સહિતે પાઇપ-ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કુવાડવા પોલીસે ગિરધરની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. ગિરધરના કહેવા મુજબ પોતે ટ્રેકટરના ફેરાની મજૂરી કરે છે. ગત સાંજે ફેરા કરવા બાબતે ભરતે માથાકુટ કરી હતી. આજે એ બાબતનો ખાર રાખી ભરત સહિતનાએ સશસ્ત્ર હુમલો કર્યો હતો.

(3:17 pm IST)