Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યુવતી સાથે મુલાકાતની લાલચ આપીને રાજુલાના રામપરા-ર ના યુવક પાસેથી ૧૩ લાખ પડાવી લીધા

ફ્રેન્ડશીપ કલબના મેમ્બર બનાવીને ૧૪ જેટલા બેન્ક એકાઉન્ટમાં અને આંગડીયા મારફત રૂપિયા મંગાવી લીધા

અમરેલીતા ૨૧  :  અમરેલી જીલ્લામાં મોબાઇલ મારફત  યુવતીએ વાતચીત કરી રૂબરૂ મુલાકાતની લાલચ આપી રૂપિયા ખંખેરવાના કીસ્સામાં વધારો જોવામળી રહયો છે.

આવીજ એક ઘટના રજુલાના રામપરા-ર ના યુવાન સાથે રોયલ ફ્રેન્ડશીપ કલબમાં મેમ્બર બનાવવાની લાલચ આપી યુવતીએ રૂબરૂ મુલાકાતની લાલચ આપી અલગ અલગ ૧૪ જેટલા બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફત ૧૩ લાખ પડાવી લેતા ચકચાર જાગી છે.

રાજુલાના રામપરા-રમાં રહેતા અને પીપાવાવ પોર્ટમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના વઢવાણના વતની નિરવ કાંતીલાલ વાઘેલા નામના યુવાન સાથે મોબાઇલ ઉપર બોય ફ્રેન્ડશીપ કલબના મેમ્બર બનવા પ્રોત્સાહીત કરી તુષાર રાઠોડ, રાજેશકુમાર, મલય પટેલ, અભય રાયચંદે, હીયા ધાની, ઉમેશકુમાર, ડો. અનિરૂધ્ધ, નવીનકુમાર, કવિતા કીમાટી સહિત ૧૪ જેટલા શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ નંબર આપી હીયાધાની નામની યુવતીની ઓળખ આપી રૂબરૂ મુલાકાત આપયાની લાલચ આપી૧૩ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર તથા આંગડીયા મારફત લઇ વિશ્વાસઘાથ કર્યાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી છે.

ઝેરી દવા પી જતા મોત

બાબરાનાલખેલ ગામે રહેતીકૈલાસબેન પારસીંગભાઇ નાયક નામની યુવતીનુંકોઇ અગમ્ય કારણોસર ઝેરી ખવા પી જતા મોત નિપજયું હતું.

બાબરાના ખંભાળામાં ઝેરી જીવજંતુ કરડી જતા મોત

બાબરના ખંભાળામાં રહેતી સંજનાબેન નરેશભાઇ ખાચરને કોઇ ઝેરી જીવ જંતુ કરડી જતા તેનું મોત નિપજયું હતું

(1:36 pm IST)