Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ચોટીલા હાઇ-વે ઉપર ર૩ લાખનો દારૂ જપ્ત

પંજાબનાં ર શખ્સોની ટ્રેલર સાથે ધરપકડ

ચોટીલા, તા. ર૧ : ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર ચાણપા ગામના બોર્ડ નજીક આવેલ હોટેલ પંજાબ હરિયાણા ઢાબા નજીક ઙ્ગ ઇંગ્લીશ દારૂ ભરેલ પંજાબ પર્સિંગ ના એક ટ્રેલરને સ્ટેટ વિગિલન્સની ટીમે પકડી પાડી હતીઙ્ગ

આ ટ્રેલરમાં ઉપર ભુશુ ભરેલ છે જેની આડાશમા ઇંગ્લિશ દારૂની 595 પેટી બોટલ નંગ 10.704 રૂપિયા 22.60.800 નો ઇંગ્લીશ દારૂ પકડી પાડેલ છેઙ્ગ

આ ટ્રેલરમા દારૂનો જથ્થો દામવાડીના રોહિત નામના શખ્સે ભરી આપેલ અને સૌરાષ્ટ્રના કોઈઙ્ગ બુટલેગરને પહોંચાડવાનો હતો પરંતુ લેનાર નું ટેલિફોનિક ગ્રીન સિગ્નલ નહીં મળતા ચોટીલા રાજકોટ હાઇવે પરના ઢાબા નજીક પાર્કિંગ કરી રોકાઈ ગયેલ હતા

પોલીસે પંજાબના શેખ ગામના જાટ શીખ ગુરુચરણસિંગ મુખત્યારસિંગ અને તેનો સાથીદાર વિશાલ સુરેશભાઈ રે.ઇટડ બાદ પંજાબ વાળાને પકડી પાડેલ છે

પકડાયેલ શખ્સ પાસેથી બે મોબાઈલ ટ્રેલર અને રોકડા રૂ.18530 અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.37.80.830 નો મુદ્દામાલ સાથે તેના વિરુદ્ઘ અને તપાસમાં ખુલે તે લેનાર સહિતના સામે ગુનો ચોટીલા પોલીસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના મહેન્દ્રસિંહ હરિસિંહ એ નોંધાવતા વધુ તપાસ પી આઈ કે.ડી.નકુમે હાથ ધરેલ છે અત્રે ઉલ્લેખનીય છે રાજયની બ્રાન્ચને દારૂ નો જથ્થો ભરેલ ટ્રેલર હોવાની બાતમી મળી આવે છે ત્યારે જિલ્લાની અને સ્થાનિક પોલીસની કામગીરી સવાલ જનક થઈ જાય છે.

(1:34 pm IST)