Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુરેન્દ્રનગરના માલવાણ પાસે તાલપત્રીમાં ચેકા મારીને ર.૧૭ લાખના ૧૭ર તેલના ડબ્બાની ચોરી

વઢવાણ તા. ર૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે ઉપર ટ્રકમાં તાલપત્રીને કાપ મારી ૧૭ર તેલના ડબ્બા ર.૧૭ લાખના મુદ્દા માલની ચોરી થયેલ હોવાની ફરીયાદ નોંધાવા પામેલ છે.

પાટડી તાલુકાના માલવણ હાઇવે ઉપર રાત્રીના સમયે તાલપત્રીને ચેકા મારીને ટ્રકમાં ચોરી કરવામાં આવેલ હોવાની ફરીયાદ પંજાબ પ્રાંતના ચોહલા સાહેબના જાદસિંહ જીગરસિંહ જાટ દ્વારા લખાવવામાં આવેલ છે. પોતે ગાંધીધામથી ૧૩૦૦ ડબ્બા લઇને પુના ખાતે જતા હતા. તેવા સમય દરમ્યાનમાં સોલડી ટોલનાકાથી માલવણ ટોલ ટેકસ વચ્ચે ૧૭ર તેલના ડબ્બા તાલપત્રીને ચેકા મારી ચોરીથયા હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ શરૂ કરેલ છે.

(1:27 pm IST)