Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સૌરાષ્ટ્રમાં અસહ્ય બફારો- લોકો મેઘરાજાની રાહમાં

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મિશ્ર હવામાનનો અહેસાસઃ પવનની ગતિ સામાન્ય વધી

રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવ સાથે બફારો યથાવત છે આવા વાતાવરણ વચ્ચે લોકો મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે.

 

ચોમાસાના આગમન પહેલા ''વાયુ'' વાવાઝોડાના કારણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જીલ્લામા મેઘરાજા મહેરબાન થયા હતા અને વાવણી લાયક વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો.

ત્યારબાદ વરસાદી વાતાવરણ વિખેરાઇ ગયુ હતુ અને લોકો ચોમાસાના આગમનની રાહ જોઇ રહ્યા છે.

મિશ્ર હવામાન સાથે પવનની ગતિમા પણ સામાન્ય વધારો  થયો છે.

જામનગર

જામનગરઃ આજનું  હવામાન ૩૫ મહતમ, ૨૬.૯ લઘુતમ, ૮૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૨.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:59 am IST)