Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઉના કાંડ બાદ થયેલા તોફાનના કેસમાં ઉપલેટાના ૧૫ શખ્સોને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

ધોરાજી તા ૨૧  : ઉપલેટા શહેરના નગરપાલિકા વિસ્તારમાં તા. ૨૭-૭-૨૦૧૮ ના દલિત અત્યાચાર સમઢિયાળા ગામે બનેલ તેના વિરોધમાં ગુજરાત બંધનું એલાન હતું ત્યારે આરોપી ચિરાગ હેમંત મત અને અન્ય ૧૫ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી પથ્થરો અને અન્ય હથિયારો ધારણ કરી સરકારી મિલ્કત તથા ખાનગી મિલ્કતને નુકશાન કરવાના ઇરાદે પથ્થરમારો કરતાં ટોળુ વળી આવી રહ્યા હતા ત્યારે ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પોલીસ અધિકારી સામે ગાળો બોલી અને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી બે પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચાડેલ, કેસ ચાલી જતા ધોરાજીના જજશ્રી હેમંતકુમાર અરવિંદભાઇ દવે એ તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવેલ છે અનેરૂપિયા ૧૩૫૦૦ દંડ અને ત્રણ વર્ષની સજા ફરમાવેલ છે.આ તકે સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખે દલીલો કરી હતી કે સામાજીક સમરસતા વિખરાઇ તે રીતનું કૃત્ય છે. સમઢિયાળા ગામે ઉના તાલુકામાં જ બનેલું હોય તેનો ભોગ ઉપલેટાના નાગરીકો લેવાય તે વ્યાજબી નથી અને આ તમામ દલીલો સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ એડિશ્નલ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર દવેએ આરોપીઓને ૧૩૫૦૦ દંડ અને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

(11:48 am IST)