Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઉનામાં ''યોગદિન'' કાર્યશાળા શિબિર

ઉના સૂચના અને પ્રસારણ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઇ ત્રિવેદીના માર્ગદર્શન તળે સંસ્થાના અધ્યેષ્ઠા વંદનીય શાસ્ત્રી માધવદાસજીના અધ્યક્ષ સ્થાને યોગ-કાર્યશાળા શિબિરમાં ઉપસ્થિત અંગ્રેજી-ગુજરાતી માધ્યમના-માધ્યમિક તથા ઉચ્ચતર મા.વિભાગના ૧૦૦૦ જેટલા છાત્ર-છાત્રાઓને માર્ગદર્શન અપાયું. સંસ્થાના અધ્યેષ્ઠા પૂ.સ્વામીજીએ ''જીવનમાં યોગ શા માટે''? વિષય પર પ્રવચન આપ્યુ હતું તથા પુરષોતમભાઇ એ યોગ દ્વારા તંદુરસ્તી પર વાર્તાલાપ આપ્યો હતો. છાત્ર-છાત્રાઓને શિલ્ડ એનાયત કરી વધાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્યો શ્રી કિડેચા શ્રી ધાનાણી અને એન.સી.સી.અધિકારી શ્રી ચનિયારા તથા રીનાબેન જોડાયા હતા. કાર્યશાળા શિબિર યોજાઇ તે તસ્વીરો

(11:47 am IST)