Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

માણાવદર નજીક દગડ ડેમ પાસે હાઇવે ઉપર જ લાઇન તૂટીઃ બેફામ પાણી વેડફાય છે ઘોર બેદરકારી

માણાવદર તા.૨૧: ૩૫ હડારની જનતામાં પીવાના પાણી પ્રશ્ને હાહાકાર મચી જવા પામ્યો છે. બીજી તરફ માણાવદરથી ર કિમી દૂર દગડડેમ પાસે ભાલેચડાના પાટીયા પાસે જુનાગઢ હાઇવે રોડ ટચ પાણી પુરવઠાની પાઇપ લાઇનનો એરવાલ્વ ત્થા પાઇપલાઇન ફિટેલી હોય છેલ્લા ઘણા મહિનાઓથી બેફામ પાણી વેડફાય રહ્યું છે

સરેઆમ બેદરકારીના કારણે બેફામ પાણી વેડફાય છે આજ રોડ ઉપર સાવ રોડ ટચ પાઇપ લાઇનમાં નજરે પડે છે અનેક અધિકારી અહીંથી પસાર થાય છે તેને દેખાતું નથી. એવી પણ ચર્ચા છે કે પાણી પુરવઠાની પાઇપ લાઇનમાંથી પાણી ચોરી થઇ રહી છે તેની તપાસ કરવા લોકમાંગણી છે પાણી પુરવઠા ખાતાના કારણે પ્રજાને પીવાનું પાણી પુરતુ મળતું નથી.

(11:45 am IST)