Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જામકંડોરણાના સાતોદડ પાસે કારમાં દેશીના જથ્થા સાથે બે પકડાયા

જૂનાગઢના ભીમા રબારી તથા રતના રબારીની ધરપકડ

રાજકોટ તા. ર૧ :.. જામકંડોરણા પોલીસે સાતુદડ પાસે કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.

પોલીસ અધિક્ષક બલરામ મીણાની દારૂ-જૂગારની બદી નાબુદ કરવાની સુચના તથા ના. પો. અધિ. જે. એમ. ભરવાડસાના માર્ગદર્શન હેઠળ જામકંડોરણા પો. સ્ટે.ના પો. સબ ઇન્સ વી. બી. ચૌહાણ, પો. હેડ કોન્સ. તોફીકભાઇ મલેક પો. કોન્સ. રવિરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહીલ, હરેશભાઇ કટારા તથા મયુરધ્વજસિંહ રાણા જામકંડોરણા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ મા હોય તે દરમ્યાન પીએસઆઇ વી. બી. ચૌહાણને મળેલ બાતમીના આધારે જામકંડોરણા તાલુકના સાતોદડ ગામે ચેક - પોસ્ટ પાસે એક ફોર વ્હીલ હોડા-સીટી ગાડી નંબર જીજે-રપ-એ. ૯રરપ મા દેશી દારૂ લીટર પ૭૦ કિ. રૂ. ૧૧૪૦૦ તથા હોન્ડા સીટી કાર કી. રૂ. ૭૦૦૦૦ મળીને કુલ રૂ. ૮૧૪૦૦ ના મુદામાલ સથે (૧) ભીમા દાનાભાઇ કોડીયાતર રબારી (ઉ.ર૪) રહે. મુળ રાણાવાવ હાલ. પંચેશ્વર રબારી વાસ જુનાગઢ (ર)ા રતના જેઠાભાઇ ચાવડા રબારી ઉ.૪૦ રહે. જુનાગઢ પંચેશ્વર રબારીવાસ વાળાઓને પકડી પાડી પ્રોહી. એકટ ૬પ(ઇ), ૯૮(ર), ૮૧ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

(11:38 am IST)