Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગારીયાધાર પાસે કેટલ કેમ્પમાં હજારો ગાયોનો નિભાવઃ મેહુરભાઇની પ્રેરક સેવા

 ભાવનગર તા.ર૧ : જીલ્લાના ગારીયાધાર તાલુકા પાસે સખપર ગામે કેટલ કેમ્પમાં અત્યારે આશરે એક હજાર જેટલી ગાયોને આશરો અપાયો છે મુંગા પશુઓને આ કાળઝાળ ગરમી અને દુષ્કાળ જેવી હાલતમાં સાચવવામાંં કસોટી થઇ રહી છે. એક પડકાર સમુ છે.

ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓ બેંકના મેનેજીંગ ડીરેકટર અને અગ્રણી કાર્યકર મેહુરભાઇ લવતુકાની જાત દેખરેખ અને માર્ગદર્શન તળે ગયોને ઘાસચારો-પાણી, રહેવાની જરૂરીયાતો પુરી પડાઇ રહી છે. આ પશુધનને સાચવવા તથા નિયમિત દેખરેખ રાખવા માટે સખપરના અગ્રણીઓ અને સેવા ભાવી ભગવાનભાઇ મકવાણા, સુરાભાઇ કરમટીયા, વી.એસ.ઉલ્વા, કાળુભા મકવાણા, ધીરૂભાઇ ચૌહાણ રાજાભાઇ રબારી, જયસુખભાઇ સાબડ, વિજયભાઇ  વગેરે ખડે પગે સેવા કરી રહ્યા છે. આ કેટલ કેમ્પમાં કાર્ય કરતા ગોવાળીયાઓ માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મેહુરભાઇએ જોહર જનતાને આ કાર્યમાં સહભાગી થવા, મદદરૂપ થવા તથા આ કેટલ કેમ્પની મુલાકાત લેવા એક યાદીમાં અપીલ કરી છે.

(10:05 am IST)