Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બોટાદના જાણીલા ગામના દલિત ઉપ સરપંચ હત્યા કેસ :વધુ ચાર આરોપી ઝડપાયા: કુલ 7 ની ધરપકડ

મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું.:સરપંચ પત્નીની માંગણી

 

બોટાદઃ  બોટાદના જાળીલા ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનજીભાઈ સોલંકી હત્યા કેસમાં વધુ ચાર આરોપી ઝડપાયા છે   કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરીલેવાય છે કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરાઈ છે

  મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, 'અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.' મૃતકનાં પરિવારે તેમની માંગણીઓ લખીને એક પત્ર સરકારને પણ આપ્યો છે

  .મૃતકનાં પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો સુરક્ષામાં મુક્યાં હતાં તે બધાને પાછા ખેંચી લીધા હતાં. જેના પાંચ દિવસ પછી હુમલો થયો છે. પોલીસની બેદરકારીને કારણે હુમલો થયો છે. મારી મુખ્ય માંગ છે કે પહેલા મુખ્ય આરોપીને હાજર કરો પછી અમે મૃતદેહ સ્વીકારીશું.

    અત્રે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ થઇ છે. ઘટના સ્થળેથી મનજીભાઇનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું મનજીભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે

  . મૃતક ઉપસરપંચના પત્ની ગામના સરપંચ છે, પરિવારજનોએ કેટલાક વીડિયો રજૂ કર્યા છે, જેમાં મૃતક મનજીભાઇ હોસ્પિટલ પહોંચતા પહેલા નિવેદન આપી રહ્યાં છે, નિવેદનમાં તેઓએ જણાવ્યું કે તેના પર ગામના શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. પહેલા તેઓએ કાર વડે તેના બાઇક સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ હુમલો કર્યો.હતો

(12:20 am IST)