Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબીમાં રસોઈ બનાવતા દાઝી જતા સારવાર દરમિયાન પરપ્રાંતીય મહિલાનું મોત

 

મોરબીના સિરામિકમાં રહીને મજુરી કરતી પરપ્રાંતીય પરિણીતા અકસ્માતે દાઝી જતા તેણે સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નીપજ્યું છે.

   અંગેની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના વતની અને હાલ મોરબીના બ્લુ ઝોન સિરામિકમાં રહીને મંજુરી કરતા સીમા ઉર્ફે સુમિતા ખુમસિંગ ભીલ (ઊવ ૩૦) વાળી પરિણીતા ગત તા. ૦૯ ના રોજ રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી બાદમાં રાજકોટ ખસેડાઈ હતી અને ત્યારબાદ તેણે ભોજ ચિકિત્સાલય એપી લઇ જવાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે પરિણીતાના અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે તેમજ પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

(10:12 pm IST)