Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબીના જાંબુડિયામાં છ મહિનાથી પીવાના પાણીના ધાંધિયા: કલેકટરને આવેદન પાઠવ્યું

મોરબી તાલુકાના જાંબુડિયામાં છેલ્લા છ માસથી પીવાના પાણી સહિતના પ્રશ્નો હોય જેનો ઉકેલ નહિ આવતા આજે ગ્રામજનોએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવ્યું છે.

   મોરબી નજીક આવેલા જાંબુડિયા ગામના લોકોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે જાંબુડિયા ગ્રામ પંચાયત અને રફાળેશ્વર ગ્રામ પંચાયત સંયુક્ત પંચાયત છે જેથી તેના ગામમાં કોઈ વિકાસ કામો થતા નથી પાણી તેમજ પછાત વર્ગના બીપીએલ લાભાર્થીઓને પ્લોટ આપવામાં આવતા નથી અને ગામની ૨૦૦૦ ની વસ્તીને છેલ્લા છ મહિનાથી પાણીનો પ્રશ્ન છે, ગામતળ તથા જાંબુડિયા ગ્રામ પંચાયત સરપંચ મંત્રી કોઈ વિકાસ કામ કરતા નથી, આવકના રહીશના દાખલા માટે ડીડીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ માત્રને માત્ર કાગળ પર નિયમનું પાલન થાય છે

 ગામમાં રોડ રસ્તા નથી અને રહેવા માટે ૧૦૦ ચો.વાર પ્લોટ નથી જેથી અમારી ગ્રામ પંચાયત અલગ અઆપ્વામાં આવે તો બધા પ્રશ્નોનો નિવેડો આવી સકે છે અને જાંબુડિયા ગામને વિકાસથી વંચિત રાખનારા જવાબદાર સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને મેળાની રકમમાં નાણાની ઉચાપત કરનાર સરપંચને હોદા પરથી દુર કરવાની માંગ કરવામાં આવી છે 

(7:06 pm IST)