Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઓખામાં બાળકોના અપહરણની શંકાએ લોકોના ભીડે બે યુવકોને જાહેરમાં ઢોર માર માર્યો: ડીયો વાયરલ

દ્વારકાના ઓખામાં બે શંકાસ્પદ યુવકોને ભીડે ઢોર માર માર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો છે.ઓખામાં સ્થાનિક લોકોના સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે કેટલાક શંકાસ્પદ શખ્સો બાળકોનું અપહરણ કરવા માટે શહેરમાં ફરી રહ્યાં છે. એક બે દિવસમાં સમગ્ર શહેરમાં લોકો પાસે આ મેસેજ પહોંચી ગયો. બાદમાં એક સ્થળે બે શંકાસ્પદ યુવકો દેખાયા હોવાનો મેસેજ ફરતો થયો. જેના જોયા બાદ ભીડ એકઠી થઇ ગઈ હતી અને બે શંકાસ્પદ યુવકની અટકાયત કરી હતી. બાદમાં બેકાબૂ બનેલા લોકોનાં ટોળાએ બંને યુવકોને ઢોર માર માર્યો હતો.

 

 

(2:14 pm IST)