Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભાવનગર પંથકના બે શખ્સો રદ્દ થયેલી ૫૦૦/૧૦૦૦ની ૨૩ લાખ ૫૦ હજારની ચલણી નોટો સાથે ઝડપાયા

અમરેલી એલ.સી.બી ટીમની કામગીરીઃ ૩૧૫૦ નોટો સહિતનો સામાન લાઠી નજીક કબ્જે કરાયો

અમરેલી, તા.૨૧:  ભાવનગર તરફથી બે ઇસમો જી.જે.૪.એ.કે.૧૨૩૫ નંબરના મો.સા. ઉપર બાબરા તરફ જાય છે અને તેમની પાસે રદ્દ થયેલ ચલણી નોટો છે તેવી  બાતમી આધારે ચાવંડ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ભાવનગર તરફથી આવતાં મો.સા. ચેક કરતાં મળેલ બાતમી વાળા મો.સા. ઉપર બે ઇસમો આવતાં તેમને રોકી ચેક કરતાં  (૧) અનિરૂધ્ધસિંહ ઉર્ફે મુન્નાભાઇ ખુમાનસિંહ ગોહિલ, રહે.ઉખરલા, તા.ઘોઘા,  તથા (ર) રાજુભાઇ મોહનભાઇ સોલંકી, રહે.રાજપરા, તા.શિહોર,  પાસે એક સ્કુલબેગ જેવો થેલો હોય જે થેલો ચેક કરતાં થેલામાંથી રૂ.૧૦૦૦/- ના દરની  નોટ નંગ-૧૫૦૦, કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની નોટ નંગ-૧૬૫૦, કિં.રૂ.૮,૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૫,૦૦૦/- ની કિંમતની જુની રદ્દ થયેલ  નોટો મળી આવતાં આ નોટો પોતાના કબજામાં રાખવા અંગે કોઇ આધાર-પુરાવો કે રીઝર્વ બેંકનો કે કોર્ટનો કોઇ ઓથોરીટી લેટર હોય તો રજુ કરવા કહેતાં બંને ઇસમોએ પોતાની પાસે આવો કોઇ આધાર-પુરાવો કે કોઇ બેંક કે કોર્ટનો ઓથોરીટી લેટર નહીં હોવાનું જણાવતાં આ જુની રદ્દ થયેલ નોટો, કિં.રૂ.૨૩,૨૫,૦૦૦/- ની તથા મો.સા. કિં.રૂ.૨૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન, કિં.રૂ.૫૫૦૦/- તથા સ્કુલબેગ જેવો થેલો મળી કુલ કિં.રૂ.૨૩,૫૦,૫૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે લઇ પકડાયેલ બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.  આ કામગીરી અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:40 pm IST)