Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જામનગરના બેડીમાં મુસ્લિમ આધેડની હત્યા

ખૈરૂનબેન અને તેની બહેન ઉપર જુની માથાકૂટનો ખાર રાખી હૂમલો કરેલ ત્યારે મોટાબાપુ નુરમામદ સોઢા છોડાવવા વચ્ચે પડતા ભોગ લેવાયો : આરોપી તરીકે કેર પરિવાર : ચકચાર

જામનગર તા. ૨૧ : અહીં બેડી થરી વિસ્તારમાં ઈદેમીલા દુનબી ચોકમાં રહેતા ખેરૂનબેન સુલેમાન વલીમામદ સોઢા ઉ.વ. રર એ બેડી મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૯ ના રોજ વિન્ડમીલ રેલ્વેના પાટા પાસે ઢાળીયો ઉતરતા ફરીયાદી તથા તેની બહેન કુદરતી હાજતે જઈ ઘરે પરત આવતા હતા ત્યારે આરોપીઓ કાસમ જાફર કેર, હારૂન જાફર કેર, ડાડો જાફર કેર, ફારૂક જાફર કેર, અબ્બાસ જાફર કેર, કરીમ જાફર કેરએ અગાઉની માથાકૂટનો ખાર રાખી ગેરકયાદે મંડળી રચી પોતાનો ઈરાદો પાર પાડવા માટે ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા તેના મોટાબાપુ  નુરમામદ વલીમામદ સોઢા ઉ.વ. પપ તેમને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ઢીકાપાટુનો માર મારેલ હોય અને ફરીયાદીના મોટાબાપુને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનું તા. ર૧ ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

સગીરાનું અપહરણ

અહીં સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે કે, લલીત ચંદુભાઈ સુરાણી ઉ.વ. રપ રહે. બેડેશ્વરવાળાએ ફરીયાદીની દિકરી સાથે મૈત્રી સંબંધ હોય અને આરોપીએ ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી લઈ જઈ ગુન્હો કરેલ છે.

દારૂની હેરાફેરી

એલ.સી.બી. શાખાના એચ.બી.ઘાઘલએ રણજિતસાગર રોડ પર આવેલ મારૂ કંસારા વાડી પાસેથી હિતેશ ઉર્ફે ટકો કોડમલભાઈ જેઠવાણી ઉ.વ. ર૮ વાળાને દારૂની હેરાફેરી કરતો ૧ર બોટલ કિંમત રૂ. ૪૮૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી નાશી ગયો હતો.

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાંથી ચણા ચોરતા ઝડપી પાડયો

ધ્રોલમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મોતીભાઈ રતાભાઈ ગડારાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી  હતી કે તા. ર૦ થી અલગ અલગ તારીખના માર્કેટીંગ યાર્ડ ધ્રોલના ખુલ્લામાં આવેલ પ્લેટફોર્મ ઉપર ફરીયાદીએ રાખેલ ચણા ભરેલ કુલ ૪૬ કટા કિંમત રૂ. ૮૦૯૬૦ની ચોરી કરી ઈકકો ગાડીમાં નાખી બારોબાર વેચી દેતા પોલીસે વિપુલ ઘનશ્યામભાઈ ડાભીને ઝડપી પાડયો હતો.

(1:39 pm IST)