Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ટંકારા તાલુકામાં યોગ દિવસની ઉજવણી

ટંકારા : તાલુકામાં યોગ દિવસની ઉજવણી કરાયેલ. મોરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે નેકનામ પ્રા. શાળા તથા લજાઇ પ્રા. શાળા ખાતે યોગ દિવસના ઉજવણી યોગ કરીને કરાયેલ.  આ ઉપરાં ટંકારા તાલુકાની દરેક પ્રા. શાળાઓમાં યોગ કરાયેલ. તેમાં કર્મચારીઓ નોકરીયાતો, ગ્રામજનો જોડાયેલ.  ટંકારામાં યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર ચંદ્રિકાબેન જે. પટેલ તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઇ ભીમાણી, પી.એસ.આઇ. એમ.ડી. ચૌધરી, નાયબ મામલતદાર એમ. જે. પટેલ, ઓરપેટય કન્યા વિદ્યાલયના બી.એચ. કાનાણી ડી.જી. ચુડાસમા દેવજીભાઇ પડસુંલિયા, કલ્પેશભાઇ ફેકર વિગેરે જોડાયેલ. યોગમાં મામતલદાર કચેરી સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ, પોલીસ સ્ટાફ હોમગાર્ડસ ઓરપેટ કન્યા વિદ્યાલય, ઓરપેટ સાયન્સ કોમર્સ કોલેજ બી.એડ. કોલેજ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા એમ.પી. દોશી વિદ્યાલય એમ.ડી. વિદ્યાલય નવજયોત સરદાર લાઇફ લિંકસ આર્ય વિદ્યાલય, ગાયત્રીનગર, કુમાર કન્યા પ્રા. શાળા વિગેરેનો મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ જોડાયેલ.  સંચાલન દેવજીભાઇ પડસુલિયા તથા નિદર્શન ઓરપેટ કન્યા વિદ્યાલય તથા હરબટીયાળી પ્રા. શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલ.

(1:35 pm IST)