Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જામકંડોરણા તાલુકા પંચાયતમાં સતા જાળવી રાખતું ભાજપ; પ્રમુખ તરીકે ઇલાબેન પરમાર, ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ સોરઠીયા

જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલ ચુંટણીમાં પ્રમુખ તરીકે ઇલાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ સોરઠીયા ચુંટાયેલા જાહેર થયા હતા. (તસ્વીરઃ મનસુખ બાલધા)

જામકંડોરણા : તાલુકા પંચાયતના પ્રમુખ  ઉપપ્રમુખની ચુંટણી તાલુકા પંચાયતના સભાખંડમાં જીલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં પ્રમુખના હોદા માટે માત્ર એક જ ઉમેદવાર ઇલાબેન કાનજીભાઇ પરમારે ઉમેદવારી કરતા પ્રમુખ તરીકે ઇલાબેન કાનજીભાઇ પરમાર બિનહરીફ ચુંટાયેલા જાહેર થયેલ જયારે ઉપપ્રમુખના હોદા માટે ભાજપમાંથી કરશનભાઇ ઓઘડભાઇ સોરઠીયા અને કોંગ્રેસમાંથી નરશીભાઇ ભીખાભાઇ પાદરીયાએ ઉમેદવારી કરતા હાજર સભ્યોની હાજરીમાં ચુંટણી અધિકારીએ આગળી ઉંચી કરી મતદાન કરાવતા ભાજપના ઉપપ્રમુખ પદના ઉમેદવાર કરશનભાઇ સોરઠીયાએ ૧ર મત મળેલ જયારે કોંગ્રેસના ઉપપ્રમુખ પદના ઉમેદવાર નરશીભાઇ ભીખાભાઇ પાદરીયાને ૪ મત મળતા ભાજપના ઉમેદવાર કરશનભાઇ સોરઠીયાને  ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ આમ જામકંડોરણામાં પ્રમુખ તરીકે ભાજપના ઇલાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે ભાજપના કરશનભાઇ સોરઠીયા વિજેતા થયેલ જામકંડોરણા તાલુકા પંચાયતમાં ભાજપે શાસન યથાવત જાળવી રાખ્યુ છે આ તકે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખને રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાગ પરીયા, ખીમજીભાઇ બગડા, બાવજીભાઇ બગડા સહિતના આગેવાનો તેમજ સમર્થકો શુભેચ્છા પાઠવી હતી. આ તકે જવા ચૂંટાયેલા પ્રમુખ ઇલાબેન પરમાર તથા ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયાએ તાલુકાની જનતાના પ્રશ્નો ઉકેલવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી. (તસ્વીર : અહેવાલ : મનસુખ બાલધા -જામકંડોરણા)

(1:34 pm IST)