Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભાવનગરનો શખ્સ દારૂ ભરેલ કાર સાથે ઝડપાયો

ભાવનગર આડોડીયાવાસમાં રહેતા રોમેશ દિનેશ પરમાર પોતાની મહેન્દ્રા લોગાન G J 1- HS ૩૭૪૮ વાહનમાં બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો ભરી તે દારૂના જથ્થા સાભે વલ્લભીપુર હાઇવે રોડ ઉપર નિકળવાનો છે. જેની બાતમી ઉપરથી પોલીસ સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.ની ટીમ ભાવનગરથી નિકળી વલ્લભીપુર ઉમરાળા જવાના રસ્તાના પુલ પાસેથી લઇને નિકળતા તેને રોકી કારમાં  તપાસ કરતા તેમાંથી પરપ્રાંત દારુનો જથ્થો બ્લુમુન ડ્રાય જીન પ્રિમીયમ ૭૫૦ એમ.એલ N V GROUP પંજાબ એક્ષસાઇઝ લખેલ બોટલ નંગ-૧૭૯ કિ.રૂ ૫૩,૭૦૦/- તથા મહેન્દ્રા લોગાન ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-સહીત કુલ કિ.રૂ ૧,૫૩,૭૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા વિરૂધ્ધ વલ્લભીપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.  આ કામગરીમાં એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા સબ.ઇન્સ.  એન.જી.જાડેજા તથા એ.એસ.આઇ. વનરાજસિંહ ચુડાસમા હે.કો. પ્રદયુમનસિંહ ગોહિલ,રાકેશભાઇ ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, પો. કો. ઇમ્તીયાઝ પઠાણ, શકિતસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

(12:04 pm IST)