Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગારીયાધાર પાસે ૯ ભેંસોને કતલખાને લઇ જતા આઇશરનેમાંથી ઝડપી લેવાયુ

ગોરકડાના બે અને વિજપડીના એક શખ્સની ધરપકડ

ભાવનગર, તા.૨૧: ગારીયાધાર તરફથી એક આઇશર ગાડી વાહન આવતાં તેને રોકવાં ટોર્સ લાઇટનાં અજવાળે આઇશર ચાલકને ઇશારો કરતાં તે આઇશર ચાલકે પાલીતાણા તરફ આઇશર ભગાડી તેનો પીછો સરકારી ગાડી દ્વારા કરી પરવડી ગામનાં બસસ્ટેન્ડમાં ખુલ્લી જગ્યામાં આઇશરને પકડી લેતાં જેમનું તેમ ઉભું રખાવી જે આઇશર ફરતી તાલપત્રી બાંધેલ હોય જે બાબતે શંકા જતાં તૈયાથી પસાર થતાં બે રાહદારી પંચો બોલાવી પંચો રૂબરૂ જોતાં તે આઇશર ગાડીનાં નં GJ-૧૯-સ્- ૨૫૪૭ ની લાલ કલરની હોય અને તે આઇશર ગાડી નાં ચાલકનું નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ સોમાભાઇ ઉર્ફે ચીમનભાઇ પાંચાભાઇ વાધેલા ઉ.વર્ષ ૨૭ રહે વિજપડી તા,સાવરકુંડલા હોવાનું જણાવેલ અને આઇશર ગાડીની કેબિનમાં બીજા બે અન્ય માણસો બેઠેલ હોય તેઓનાં નામઠામ પુછતાં જે પૈકી એક ઇસમનું નામ લાલાભાઈ ધાગુભાઇ વાધેલા દે,પુ, ઉ.વર્ષ ૨૦ રહે ગોરકડા તા,સાવરકુંડલા ે તેમજ બીજા ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ સાગરભાઇ બાધાભાઇ પરમાર દે,પુ,ઉ.વર્ષ ૨૬ રહે ગોરકડા તા.સાવરકુંડલા જી અમરેલીવાળો હોવાનું જણાવેલ બાદ ત્રણેય ઇસમોને આઇશર ગાડીમાં શુ ભરેલ છે તે બાબતે પુછતાં તેઓએ જણાવેલ કે અંદર ભેંસો ભરેલ છે અને ભેંસો કયા લઇ જાવ છો જે બાબતે ફરયુ ફરયુ બોલતાં હોય અને આ આઇશરમાં ભેંસો ભરેલાનું જણાવતાં  પાસ પરમીટં નહીં હોવાનું જણાવતાં હોય જેથી બેટરીનાં અંજવાળે આઇશર વાહનની ઉપરથી તાલપત્રી ખોલાવી જોતાં આઇશર ગાડીમાં ભેંસો જીવ નંગ ૦૯ ખીચોખીચ ભરેલ હોય તેમાં કોઇ દ્યાસચારો કે પાણીની વ્યવસ્થા ન હોય અને ભેંસોને કુરતાપુર્વક ટુંકા દોરડાથી બાંધી ભરેલ હોય તે ભેંસોને કતલખાને લઇ જતાં હોય તે એક ભેંસની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/લેખે કુલ ૦૯/ ભેંસોની કિંમત રૂપિયા ૨,૨૫,૦૦૦/ની ગણી તથા આઇશર વાહનની કિંમત રૂ, ૫,૦૦,૦૦૦/ ની ગણી કુલ ટોટલ કિંમત રૂ, ૭,૨૫,૦૦૦/નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં વુમન ભ્લ્ત્.એસ,પી,અગ્રાવત સાહેબ તથા હેડ.કો.રા,તિરૂણસિંહ સરવૈયા તથા પો,કો શકિતસિંહ.જે સરવૈયા તથા પો,કો.દિલીપભાઇ ખાચર તથા ડ્રા.પો.કો. ગીરીરાજસિંહ સરવૈયા તથા જી,આર,ડી,નાં જવાનો જોડાયાં હતાં.

(12:04 pm IST)