Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબીના જોધપર (નદી) કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ પદેથી પ્રવિણભાઈ ઓધવજીભાઈ પટેલનું રાજીનામુ

અમુક તત્વોની દખલગીરી શિક્ષણ સંસ્થાને શોભનીય નથીઃ જો કે ટ્રસ્ટી મંડળે રાજીનામુ સ્વીકાર્યુ નથી

મોરબી, તા. ૨૧ :. મોરબી જીલ્લાનાં જોધપર (નદી)ના કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ પદેથી ઓરપેટ ગ્રુપના પ્રવિણભાઈ ઓધવજીભાઈ પટેલે રાજીનામુ આપી દેતા ભારે ચર્ચા જાગી છે. તેઓએ જણાવ્યુ છે કે, અમુક તત્વોની દખલગીરી શિક્ષણ સંસ્થાને શોભનીય નથી. જેથી રાજીનામુ આપુ છું.

જો કે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે રાજીનામુ સ્વીકાર્યુ નથી.

પ્રવિણભાઈ ઓધવજીભાઈ પટેલે રાજીનામા પત્રમાં લખ્યુ છે કે, શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ, જોધપર (નદી)ની સંસ્થા જેમાં સ્વ. જેરાજબાપા, સ્વ. ઓ. આર. પટેલ સાહેબ મારા પૂ. પિતાશ્રી તથા અન્ય વડીલોએ સંકુલ બનાવેલ અને તેમની પાસેથી જ પ્રેરણા લઈને આ સંસ્થાના છેલ્લા એક વર્ષના મારા (પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલ-ઓરપેટ ગ્રુપ) પ્રમુખ તરીકેના કાર્યકાળમાં આ સંસ્થાને સૌરાષ્ટ્રની નમૂનેદાર સંસ્થા બનાવવા મે સંકલ્પ કરેલો અને સમય અને આર્થિક ફંડ રૂપિયા બે કરોડનો વિકાસમાં સહયોગ કરેલો છે અને આ બાબતની ટ્રસ્ટ બેઠકમાં સર્વાનુમતે બહાલી આપી હતી તથા મને પ્રમુખ તરીકે સર્વ સત્તા આપેલ હતી.

આ સંંસ્થાના વિકાસ માટે વિદ્યાર્થીઓના ભવિષ્યના વિકાસ માટે તેમજ ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓના વાલી મંડળને રૂબરૂ મળીને આપેલ ભરોસો સાર્થક કરવા જાતે દેખરેખથી જરૂરી સુધારાનું અમલીકરણ ચાલુ કરેલ હતું. પરંતુ ટ્રસ્ટ એક આદર્શ વહીવટથી ચાલવુ જોઇએ જે પ્રમુખને આપવામાં  આવેલ સતાના સદુપયોગને ધ્યાનમાં લેવાને બદલે અમુક વિઘ્નસંતોષી અને સતા લાલચ ટ્રસ્ટીઓ એ શિક્ષણ તથા વિકાસ કાર્ય માટે નવા નિમણુંક કરેલ કર્મચારીઓને મનવ્ી રીતે સતા બહારનો નિર્ણય કરીને છુટા કરેલ છે તેમ પ્રવિણભાઇ ઓ.પટેલે જણાવ્યું છે.

આમ જે ઉત્સાહથી કાર્યનો આરંભ કરેલ તેમાં આવા તતેની દખલગીરીજે શિક્ષણ સંસ્થાને શોભનીય નથી. આ બાબબતના મુક સાક્ષી રહેવા કરતા પ્રમુખ પદના હોદા પરથી તા.૧૭-૬-૧૮ની બેઠકમાં રાજીનામુ આપેલ છે. પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન વાલીઓના વિશ્વાસ જીતીને બાળકોને આવકારીયા હતા હવે રાજીનામુ આપતા બાળકોના ભવિષ્ય માટે મારી નૈતીક ફરજના ભાગરૂપે એક વિચાર ધારા રજુ કરૂ છું કે આપના બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે યોગ્ય અને ઉચીત નિર્ણય લેશો. પ્રવિણભાઇ ઓ. પટેલે હવે પછીની નૈતીક જવાબદારી ડી.કે.પટેલ મંત્રી ભગવાનજી કે. ઝાલરીયા, વેલજીભાઇ-બોસ સીરામીકને સોંપી છે.

(12:03 pm IST)