Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઉના હાઇવે ઉપર ચક્કાજામઃ ૫ મહિલા સહિત ૪૩ની અટકાયત

માઢ ગામ પાસે નવા ફોર લાઇન રોડથી સામેકાંઠે શાળામાં વિદ્યાર્થીઓને જવામાં અકસ્માતનો ભયઃ ઓવરબ્રીજ બનાવવા માગણી સ્વીકારાતી નથી : સવારે અર્ધી કલાક ટ્રાફિકજામ રહ્યો

ઉના તા. ૨૧ : અહીંથી ૧૫ કિ.મી. દુર માઢ ગામ પાસે હાઇવે ઉપર આજે સવારે વિદ્યાર્થીઓ અને વાલી સહિત ગ્રામ્યજનોએ ચક્કાજામ કરતા અર્ધી કલાક સુધી ટ્રાફિકજામ થઇ ગયેલો હતો. પોલીસે ૫ મહિલા સહિત ૪૩ની અટકાયત કરી હતી.

માઢ ગામ પાસે નવો ફોરલાઇન રોડ બન્યા બાદ વિદ્યાર્થીઓને સામેકાંઠે રોડ ક્રોસ કરીને જવું પડે છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે. આ સ્થળે ઓવરબ્રીજ બનાવવા ગ્રામ્યજનોએ અનેકવખત રજૂઆત કરવામાં આવી હતી છતાં ધ્યાન અપાતું નથી જેના કારણે ચક્કાજામ કરેલ.

અટકાયત કરાયેલ લોકોને પોલીસે થોડા સમય બાદ છોડી મુકયા હતા. ટ્રાફિક પૂર્વવત ચાલુ થઇ ગયો છે.

(11:59 am IST)