Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબીમાં દુકાનમાં દિવ્યેશભાઇ પીઠડીયાનો ફાંસો ખાઇ આપઘાત

મોરબી તા. ૨૧ : મોરબીના રવાપર રોડ વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ પર આવેલ સાગર લેડીઝ ટ્રેઇલર નામની દુકાનના સંચાલક દિવ્યેશ પંકજભાઇ પીઠડીયા (ઉ.વ.૨૮) (રહે. ગ્રીન ચોક વિસ્તાર ) નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રવાપર રોડ પર આવેલી સાગર લેડીઝ ટેઇલરમાં જ યુવાને પંખે લટકી  આપઘાત કરી લીધો જો કે યુવાને કયા  કારણોસર આપઘાત કર્યો છે. તે કારણ જાણી શકાયુ નથી ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને  પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે. તેમજ આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)