Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

હળવદના જુના દેવળીયા ગામે કોહવાયેલી લાશ મળી

 હળવદ, તા., ર૧:  તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં કોહવાયેલી લાશ મળી આવતા પોલીસે ભેદ ઉકેલ્યો પ્રયત્નો શરૂ કર્યો છે.

માહીતી મુજબ જુના દેવળીયા ગામથી સુરવદર ગામ તરફ જવાના માર્ગે રેલ્વે પુલ આવેલ છે જેની બાજુમાં તળાવ આવેલ છે. જેના કાંઠે એક પુરૂષની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવેલ જેની જાણ હળવદ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી જઇને લાશનો કબ્જો લઇને હળવદ સરકારી દવાખાનામાં પીએમ માટે મોકલેલ હતી. આથી ફરજ પરના તબીબ ડો.કૌશલ દ્વારા લાશને ફોરેન્સીક લેબ માટે રાજકોટ મોકલેેલ છે. આ લાશ ખુન કરીને ફેંકી દેવાય છે કે આત્મહત્યાનો બનાવ છે તેમજ મૃતક વ્યકિતની ઓળખ માટે ચક્રો ગતીમાન કરેલ છે.

(11:57 am IST)