Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગાંધીધામમાં પત્નીની હત્યા

બેકાર બેસેલા પતિ આલમશા સૈયદને પત્ની શમાબાનુએ ઠપકો આપતા ઉશ્કેરાયો

ભુજ, તા. ર૧ : ગાંધીધામના ખારીરોહર ગામે ૪૦ વર્ષીય શર્માબાનુ આલમશા સૈયદે ઘરમાં બેકાર બેસી રહેલા પોતાના પતિ આલમશાને ઠપકો આપતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમ્યાન ઉશ્કેરાયેલા આલમશા સૈયદે પોતાની પત્ની શમાબાનુને છરીના ઘા ઝીંકી દીધા હતા. આડેધડ છરીના ઘા ઝીંકીને આલમશાએ પોતાની પત્ની શમાબાનુની હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિ આલમશા સૈયદની ધરપકડ કરી છે.

(11:51 am IST)