Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભુજમાં અગ્નિકાંડમાં અન્ય કોઇની સંડોવણી ? તટસ્થ તપાસની માંગણી

ભુજ તા. ૨૧ : ભૂજમાં ગત તા.૧૬/૬/૧૮ના શનિવારે રાત્રે બનાવ બનેલ જેમાં બે પરિવારોવચ્ચેના ઝઘડાના કારણમાં જીવતા સળગાવી દેવાની જે ઘટના બની છે તે ઘટના અતિગંભીર ગણાય અને તે બાબતે આરોપી તરીકે પીર જુસબશાને બતાવવામાં આવ્યો છેપણ એક નજરે જોતા ૮૫ વર્ષના આરોપી આટલું મોટું કૃત્ય કરી ન શકે કારણ કે,સળગાવવામાં જે પેટ્રોલ છાંટવામાં આવ્યું છે તે ર૦થી રપ લિટરની માત્રામાં હતો જે૮૫ વર્ષના વૃદ્ધ એકલા હાથે ઉપાડી ન શકે માટે તેની સાથે મદદગાર કોઈ પણ હોઈ શકે અથવા અંધારાનો લાભ લઈ આ વૃદ્ધ આરોપીને લક્ષ્ય બનાવી કોઈઅન્ય જણોએ આ કૃત્ય કરેલુ હોઈ એક નજરે જોવા મળે છે.

મુસ્લિમ સમાજ આવાકૃત્યને સખત શબ્દોમાં વખોડે છે અને તેની ન્યાયીક તથા તટસ્થ તપાસ થાય અનેબનાવમાં ખરેખર જે આરોપી છે તે આરોપી પકડાય તેના માટે આજુબાજુના સીસીટીવીકેમેરાઓ પણ ચકાસવામાં આવે તેવી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિતેમજ સમસ્ત કચ્છ મુસ્લિમ સમાજની અપીલ છે માટે આ બાબતે અખિલ કચ્છ સુન્નીમુસ્લિમ હિતરક્ષક સમિતિ, મુસ્લિમ સમાજ તેમજ ભોગ બનનાર પરિવાર જ્યારે પણજરૂર જણાશે ત્યારે પોલીસને મદદરૂપ થવા તૈયાર રહેશે પણ આ કૃત્યની અંદર કોઈવિકૃત મગજના માણસો પણ સંડોવાયેલા જણાય છે અને મુસ્લિમ સમાજમાં આ એકશરમજનક ઘટના છે માટે આ ઘટનાને તટસ્થ અને ઝીણવટભરી તપાસ થાય તેવીઅખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની માંગ છે.

(11:51 am IST)