Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જામનગરમાં જિલ્લા લેવલના પાણી પ્રશ્નની સમીક્ષા કરતા કલેકટર

જામનગર, તા.૨૦ :  જામનગર કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા પાણી સમિતિની ૧૬મી બેઠક જિલ્લા કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં જામનગર શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલમાં પીવાના પાણીની પરિસ્થિત તેમજ ઘાસચારાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સસોઇ ડેમમાં પાણી દ્યટી જતા ૩ કુવામાંથી ૩ એમ.એલ.ડી. તેમજ હાલમાં રણજીતસાગર ડેમમાંથી ૩૦ એમ.એલ.ડી., ઉંડ-૧ ડેમમાંથી ૩૦ એમ.એલ.ડી. તથા નર્મદા પાઇપલાઇનમાંથી ૪૩ એમ.એલ.ડી. આમ કુલ ૧૦૬ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. ચોમાસાની સીઝનને ધ્યાને લઇ ઘાસના જથ્થાને વરસાદ તેમજ અન્ય કુદરતી કે માનવસર્જીત આફતો સામે રક્ષણ મળે તે રીતે યોગ્ય વ્યવસ્થા કરવા તથા દ્યાસના જથ્થાને યોગ્ય રીતે જાળવણી થાય તે માટે કલેકટરશ્રી દ્વારા લગત વિભાગને સુચનો કરવામાં આવ્યા હતા. વધુમાં કલેકટરશ્રીએ જામનગર જિલ્લાના તમામ નગરપાલીકા દ્વારા ડીસલ્ટીંગના કામો વરસાદ ન પડે ત્યાં સુધી ચાલુ રાખવા અને કરેલ કામગીરીની વિગત રજુ કરવા અધિકારીઓને જણાવ્યુ હતુ.

હાલમાં જામનગર જિલ્લામાં કુલ ૧૫ ગામ તથા ૨૬ પરા વિસ્તારમાં ૧૦૦૦૦ લીટરના કુલ ૧૦૦.૫ ફેરા ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી કેલૈયા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોટર વાહનો માટેસીરીઝ ના ગોલ્ડન અને સિલ્વર નંબરના  ઓકશનનો લાભ મળશે

જામનગરઃ તમામ પ્રકારના હળવા મોટર વાહનો માટેની જુની સીરીઝ ઘ્ફ ના ગોલ્ડન, અને સિલ્વર નંબરોનું અગિયારમું ઇ-ઓકશનની પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે. ઇ-ઓકશનમાં ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૨૪ /૦૬/૨૦૧૮સુધી, ઇ-ઓકશનમાં બિડીંગ કરવાનો સમયગાળો તા.૨૫ થી તા.૨૬/૦૬/૨૦૧૮ના બપોરના ૧૨:૦૦ કલાક સુધી, ઇ-ઓકશનનું પરિણામ તા.૨૬/૦૬/૨૦૧૮ બપોરે ૧૨:૦૦ કલાક પછી રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(11:24 am IST)